મોરબી: મોરબીમાં મિત્રોએ તેમના જ મિત્રની હત્યા કરી હતી. ભાગબટાઈ બાબતે બોલાચાલી થઇ હતી અને બે મિત્રોએ સંપી છરીના ઘા મારી દઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ હત્યા કેસ મામલે આજે મોરબી પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટે(Principal District and Sessions court morbi) બે આરોપીને દોષિત ઠેરાવ્યાં(morbi update murder ) હતાં. આ બંન્ને આરોપીને આજીવન કેદની સજા(district court sentenced life imprisonment gujarat) ફટકારી છે. તે ઉપરાંત બંન્ને આરોપીઓને રૂપિયા 10,000નો દંડ ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
Morbi Murder Case : મોરબીમાં મિત્રની હત્યા કરનાર બે શખ્સોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી - murder case ipc section
મોરબીમાં મિત્રની હત્યાના કેસમાં(Morbi Murder Case) કોર્ટમાં કેસ ચાલી ગયો હતો.આરોપી બે શખ્સોને કોર્ટે આજે આજીવન કેદની સજા ફટકારી(murder punishment in indian law) હતી. આ ઉપરાંત બન્ને અપરાધીઓને 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આજીવન કેદની સજા - કેસની પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મહેશભાઈ મુન્નાભાઈ બધુંરીયા અને અજય ઉર્ફે ચીનો જગદીશ રાવલ તેમજ શૈલેશ ઉર્ફે તિતલી પોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલિયન રણછોડભાઈ ચાવડા એમ ત્રણેય મિત્ર હતા. તા 17 જૂન 2018ના રોજ જેતપુરથી રાજકોટ ટ્રેનમાં આવતી વખતે મહેશભાઈને ટ્રેનમાં પ્રવાસ કરતા હતાં ત્યારે પૈસા ભરેલું પાકીટ મળ્યું હતું. જેમાં રૂપિયા 8000 મળી આવતા ત્રણેય મિત્રો મોરબીના યોગીનગર ધાર પર આવેલ ગુલામહુશેન અલી કટિયાની ઓરડીએ આવ્યાં હતાં અને ભાગબટાઈ બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં આરોપી ચીનો જગદીશ રાવલ તેમજ એલિયન રણછોડભાઈ ચાવડા એમ બંન્નેએ સંપીને છરીના ઘા મારી દઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી મહેશભાઈ બધુંરીયાનુંં મોત થયું હતું. ત્યારબાદમાં મૃતદેહ ખાડામાં ફેકી દઈને ઓરડીમાં રહેલ લોહીના ડાઘ કપડાઓ વડે લૂછી નાખીને પુરાવાનો નાશ કર્યો હતો.
આ પણ વાંચો:Patan Murder Case : ભાઈ અને ભત્રીજીને ઝેર પીવડાવી હત્યા કરનાર બહેનને કોર્ટે દોષિત ઠેરવી
બી ડીવીઝન પોલીસે તપાસ ચલાવીબંન્ને આરોપીઓને ઝડપી પાડ્યા -કોર્ટમાં 45 દસ્તાવેજી પુરાવા અને 37 મૌખિક પુરાવાઓને ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં. જે હત્યા કેસમાં મોરબી સિટી બી ડીવીઝન પોલીસે તપાસ ચલાવી હતી. ચીનો જગદીશ રાવલ તેમજ એલિયન રણછોડભાઈ ચાવડા એમ બંન્ને આરોપીને ઝડપી લીધાં હતાં. અને ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જેમાં આજે પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ. ડી. ઓઝા સાહેબની કોર્ટે સરકારી વકીલ વિજયકુમાર જાનીની ધારદાર દલીલો ઉપરાંત 45 દસ્તાવેજી પુરાવા અને 37 મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને બંન્ને શખ્સોને દોષિ(murder case ipc section ) ઠેરવી આજીવન કેદની સજા ફટકારી(district court sentenced life imprisonment gujarat) છે અને બંન્ને આરોપીને રૂપિયા 10,000નો દંડ ફટકારવામાં(murder punishment in indian law) આવ્યો છે.