મોરબી:નગરપાલિકા સુપરસીડ કરવા માટે શહેરી વિકાસ વિભાગે કારણદર્શક નોટીસ આપી છે. જેના જવાબમાં નગરપાલિકાએ ખાસ સાધારણ સભા બોલાવીને સરકાર પાસેથી જરૂરી દસ્તાવેજોની માંગ કરી હતી. જેથી 50 પાનાંનો સીટનો રીપોર્ટ આપી દેવામાં આવ્યો છે અને હવે જવાબ આપવાનો વારો આવ્યો છે.
નોટીસ આપી જવાબ માંગ્યો:મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરી કેસ ચાલી રહ્યો છે. જેની સુનાવણીમાં સરકારે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું તેમજ ગત માસે નગરપાલિકાને કારણદર્શક નોટીસ ફટકારી હતી. જેના જવાબ રજુ કરવા જણાવ્યું હતું. જવાબમાં નગરપાલિકાએ સાધારણ સભા બોલાવી સર્વાનુમતે ઠરાવ કરીને સરકાર પાસેથી જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા.
આ પણ વાંચો Morbi Bridge Collapse: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે ફગાવી આરોપીઓની જામીન અરજી, જેલવાસ લંબાયો
રીપોર્ટ સોપી દીધો:તપાસ ચલાવતી સીટ દ્વારા તમામ દસ્તાવેજો જપ્ત કરાયા હોય તેવું કારણ દર્શાવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાને 50 પાનાંનો સીટનો 50 પાનાંનો વિસ્તૃત રીપોર્ટ સોપી દીધો છે. કારણદર્શક નોટીસ સંદર્ભે વિના વિલંબે જવાબ રજુ કરવા પણ જણાવ્યું છે. નગરપાલિકા સુપરસીડ મામલે ફરી હિલચાલ જોવા મળતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો Morbi Crime News: મોરબીમાં છોકરાના પ્રેમ સંબંધના કારણે માતાપિતાને ખાવો પડ્યો માર
પસાર નથી થયો:ઝુલતા પુલનું સંચાલન, જાળવણી અને રીનોવેશન અજંતા મેન્યુફેકચરીંગ પ્રા.લી. સાથે મોરબી પાલિકાના ચીફ ઓફિસરે કરાર કર્યો હતો.આ કરારમાં બોર્ડમાં મંજુરી લેવાની શરતે થયો હતો. પરંતુ ખુલાસો એ થયો છે કે, ગુજરાત મ્યુનીસીપાલટી એક્ટ મુજબ એક વર્ષથી વધુ સમય માટે લીઝથી આપવું હોય તો પણ જનરલ બોર્ડની મંજુરી લેવાની હોય છે. ઝૂલતો પુલ માર્ચ 2022 થી માર્ચ 2037 સુધી ઓરેવાને સોપવા એગ્રેમેન્ટ થયા છે. તેમ છતાં તે માટે સામાન્ય સભા બોલ્વાઈ ના હતી. પાલિકાના સદસ્યોના જણાવ્યા મુજબ આ કોન્ટ્રાક્ટ ઓરેવાને સોપવામાં જનરલ બોર્ડમાં કોઈ જ ઠરાવ કરાયો નથી. તો બીજી બાજુ ઝૂલતો પૂક સોપવાના રોજકામમાં સદસ્યોના હોદેદારોની જ સહી છે.
મીટીંગમાં પણ કલેકટર હાજર:ઝૂલતો પુલ ઓરેવાને સોપવા બાબતે કલેકટરની ઓફિસમાં પણ મિટિંગ થઇ હતી. ચીફ ઓફિસરે કરેલા એગ્રીમેન્ટમાં પણ મોરબી જિલ્લા કલેકટરની સહમતી હોવાનું દશાવ્યું છે. પરંતુ હજુ સુધી કલેકટર તંત્રનું આ અંગે તપાસ કે પુછપરછ થઇ ના હોવાની માહિતી મળી છે.