ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Municipality:મોરબીમાં રખડતા ઢોરના ત્રાસના કારણે પાલિકાએ ગૌશાળા બનાવી - Panjrapol and Gaushala

મોરબી શહેરમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ (Morbi stray cattle torture )અસહ્ય બન્યો હતો જેથી લોકોની માગને ધ્યાને લઈને નગરપાલિકા તંત્ર (Morbi Municipality )દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે. મોરબીમાં 350 રખડતા ધણખુંટ પકડી લેવામાં આવ્યા છે, જેને મોરબી નગરપાલિકા દ્વારા બનાવેલી ગૌશાળા ખાતે રાખવામાં(Morbi Nagarpali Gaushala ) આવ્યા છે.

Morbi Municipality:મોરબીમાં રખડતા ઢોરના ત્રાસના કારણે પાલિકાએ ગૌશાળા બનાવી
Morbi Municipality:મોરબીમાં રખડતા ઢોરના ત્રાસના કારણે પાલિકાએ ગૌશાળા બનાવી

By

Published : Dec 3, 2021, 4:38 PM IST

  • મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ
  • માલિકીના ઢોર પકડાશે તો કાર્યવાહી આવશે
  • લોકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળી

મોરબીઃ શહેરમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય (Morbi stray cattle torture )બન્યો હતો જેથી લોકોની માગને ધ્યાને લઈને નગરપાલિકા તંત્ર (Morbi Municipality )દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ શરુ કરવામાં(Campaign to catch stray cattle in Morbi) આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં 350 રખડતા ધણખુંટ પકડી લેવામાં આવ્યા છે જેને મોરબી નગરપાલિકાદ્વારા બનાવેલી ગૌશાળા ખાતે રાખવામાં(Morbi Nagarpali Gaushala ) આવ્યા છે.

નગરપાલિકાએ ઢોર રાખવાની વ્યવસ્થા કરી

જે મામલે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે રખડતા ઢોરના પ્રશ્ને પાલિકા અને પ્રાંત અધિકારી દ્વારા પાંજરાપોળ અને ગૌશાળા(Panjrapol and Gaushala)ઓના અગ્રણીઓ સાથે મીટીંગ કરી હતી જોકે રખડતા ઢોર રાખવાની કોઈએ સહમતીના દાખવતા નગરપાલિકાએ જાતે જ આવા ઢોર રાખવાની વ્યવસ્થા કરી છે.

રખડતા ઢોરના ત્રાસના કારણે પાલિકાએ ગૌશાળા બનાવી
લોકોને રખડતા પશુના ત્રાસમાંથી મુક્તિ મળી

આ ગૌશાળા પંચાસર રોડ પર બનાવી છે. જ્યાં હાલ પકડેલ 350 થી વધુ ધણખુંટ રાખવામાં આવ્યા છે.ગૌશાળામાં પશુ માટે ઘાસચારો, પશુ ડૉક્ટર દ્વારા આરોગ્ય તપાસ અને ખસીકરણ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે આગામી તબક્કામાં રખડતી ગાય પકડવામાં આવશે અને બાદમાં ત્રીજા તબક્કામાં માલિકીના ઢોર પકડીને દંડ કરવા તેમજ કાયદેસર કાર્યવાહી સુધીના પગલા ભરવામાં આવશે. હાલ શહેરમાં 80 ટકા ખુંટ પકડી લેવાયા છે જેથી લોકોને રખડતા પશુના ત્રાસમાંથી મુક્તિ મળી હોવાનું પણ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃJunagadh Corporation:જૂનાગઢમાં રખડતા ઢોરના ત્રાસ મામલે બેઠક યોજાઈ

આ પણ વાંચોઃઅમદાવાદમાં ડ્રગ્સનો વેપાર કરતા ત્રણ આરોપીઓને SOG ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા

ABOUT THE AUTHOR

...view details