મોરબીઃ વેપારીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી અભદ્ર ટીપ્પણી કર્યાનો ગુનો નોંધાયો હતો. એ ડીવીઝન પોલીસે આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ આદરી હતી. મોરબીના વેપારીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી અજાણ્યા ઇસમે શ્રદ્ધાંજલિ પોસ્ટમાં અભદ્ર કોમેન્ટ કરી મૃતાત્માની ગરિમાને ઠેસ પહોંચે તેવું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે, એ ડીવીઝન પોલીસે આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ હાથ ધરી છે.
મોરબીના વેપારીનું ફેસબુક એકાઉન્ટ હેક, અભદ્ર ટીપ્પણી કર્યાનો ગુનો નોંધાયો - Facebook account hacked
મોરબીના વેપારીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી અજાણ્યા ઇસમે શ્રદ્ધાંજલિ પોસ્ટમાં અભદ્ર કોમેન્ટ કરી મૃતાત્માની ગરિમાને ઠેસ પહોંચે તેવું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. એ ડીવીઝન પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 65, 66 (c), 69 મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના રાજનગર ધરતીપાર્કના રહેવાસી ગોવિંદભાઈ ઉર્ફે ગીરીશ અમૃતલાલ છાભૈયા કચ્છી પટેલ વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનું પ્રોફાઈલ નેમ ગીરીશ પટેલ મોરબીથી ફેસબુક એકાઉન્ટ ધરાવતા હતા. જે એકાઉન્ટનો અજાણ્યા આરોપીએ કોઈપણ રીતે પાસવર્ડ મેળવી ફેસબુક એકાઉન્ટમાં લોંગઇન થઇ પાસવર્ડ અને મોબાઈલ નંબર બદલી નાખી એકાઉન્ટ હેક કરી તારીખ 24 એપ્રિલના રોજ ફરિયાદી વેપારીએ ફેસબુક ફ્રેન્ડ રવિભાઈ પટેલે તેના ભાઈની શ્રદ્ધાંજલિ પોસ્ટ કરેલી હતી.
આ પ્રોફાઈલથી 24 માર્ચના રોજ મૃત્યુ પામ્યા જેવી બીભત્સ શબ્દવાળી કોમેન્ટ કરી જેનાથી મૃતાત્માની ગરિમાને ઠેસ પહોંચે અને સ્વજનોની લાગણી દુભાય તેવું હીન કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે. એ ડીવીઝન પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 65, 66 (c), 69 મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.