ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના લોકડાઉન વચ્ચે મોરબીની બજારોમાં ભીડ, SP સહિતની ટીમ ઉતરી મેદાને - Morbi District Police

કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. જો કે, જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે સરકારે રાહત અને છૂટ આપી છે. જેને પગલે મોરબીની મુખ્ય બજારમાં વાહનોની સંખ્યા વધી જતા પોલીસ ટીમો દોડી આવી હતી અને તાકીદે ભીડ ઓછી કરાવવા જરૂરી પગલા લેવાયા હતા.

કોરોના લોકડાઉન વચ્ચે મોરબીની બજારોમાં જામી ભીડ, SP સહિતની ટીમ ઉતરી મેદાને
કોરોના લોકડાઉન વચ્ચે મોરબીની બજારોમાં જામી ભીડ, SP સહિતની ટીમ ઉતરી મેદાને

By

Published : Apr 3, 2020, 7:40 PM IST

મોરબીઃ કોરોના લોકડાઉનની અમલવારી માટે મોરબી જિલ્લાની પોલીસ પ્રથમ દિવસથી દોડધામ કરી રહી છે અને 9 દિવસ સુધી સ્થિતિ કાબૂમાં જોવા મળી હતી.

સરકારે રાશન માટેની જેમ વ્યવસ્થા કરી છે. તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે બહાર નીકળવા છૂટ આપી હોવાને પગલે મોરબીના નહેરુ ગેટ ચોકમાં રોજીંદા જોવા મળે તેટલા વાહનો એકત્ર થયા હતા.

આ ટ્રાફિક પોઈન્ટ પર પોલીસ તૈનાત હતી અને લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેથી થોડીવારમાં વાહનોની કતારો લાગી ગઈ હતી. જેની જાણ થતા જિલ્લા SP, LCB ટીમ અને A- ડીવીઝન PI સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાકીદે વાહનોને ત્યાથી રવાના કરવા અને જરૂરી પગલા લેવાયા હતા. તેમજ સામાકાંઠે જવાનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details