ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી માર્કેટિંગ યાર્ડની 31મી માર્ચના રોજ ચૂંટણી - bjp news

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટરોની મુદ્ત પૂરી થતી હોવાથી આગામી તારીખ 31 માર્ચના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં યાર્ડના ડિરેક્ટર, ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ ઝંપલાવ્યું છે. જેથી આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે.

ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમને-સામને
ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમને-સામને

By

Published : Mar 22, 2021, 3:18 PM IST

  • મોરબી માર્કેટિંગ યાર્ડની 31મી માર્ચના રોજ ચૂંટણી
  • ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમને-સામને
  • 16 બેઠકો માટે યોજાશે ચુંટણી
  • 1 એપ્રિલના રોજ યોજાશે મતગણતરી

મોરબી: વાર્ષિક 1000 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થઈ છે. નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત આગામી 31 માર્ચે ચૂંટણી યોજાશે. ચૂંટણીની 1 એપ્રિલે મતગણતરી થશે. સોમવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે જીલ્લા રજીસ્ટ્રાર ધર્મેશ ગઢવીએ જણાવ્યું હતું કે, સોમવારે ફોર્મ પરત ખેંચાયા બાદ ખેડૂત પેનલમાં 21, વેપારી પેનલમાં 08 અને ખરીદ વેચાણ પેનલમાં 03 ઉમેદવારો મેદાને છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ચૂંટણી કોરોનાનાં નિયમોનું પાલન કરીને યોજાશે.

મોરબી માર્કેટિંગ યાર્ડની 31મી માર્ચના રોજ ચૂંટણી

આ પણ વાંચો:ગઢડા માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાઈ વરણી

16 બેઠકો માટે યોજાશે ચુંટણી

1468 ખેડૂત મતદારો, 143 વેપારી મતદારો અને 35 સહકારી મત ધરાવતા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની 10, વેપારીઓની 4 અને સહકારી ક્ષેત્રની 2 બેઠકો આવેલી છે અને આ તમામ 16 બેઠકો માટે ચૂંટણી યોજવા રાજ્યના નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં ધાનેરા માર્કેટયાર્ડના ખેડૂત વિભાગની 10 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ

બંને હરીફ જૂથ આમને-સામને રહેતા ચૂંટણી રસાકસી ભરી રહેશે

ઉલ્લેખનીય છે કે વર્ષે સવાસો કરોડ જેટલું ટર્ન ઓવર ધરાવતા મોરબી માર્કેટિંગ યાર્ડમાં મોટાભાગે બિનહરીફ શાસકો ચૂંટાઈ આવે છે, પરંતુ પ્રવર્તમાન સ્થિતિ જોતાં માર્કેટિંગ યાર્ડમાં સતા મળે કે ન મળે પરંતુ હરીફ જૂથ દ્વારા ઉમેદવારો મેદાનમાં ઉતારાય તેવી શક્યતા જોવાઈ રહી છે અને ચૂંટણી યોજાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details