ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી મચ્છુ 4 ચેકડેમ યોજનાનું કામ ઝડપથી પૂર્ણ કરવા ધારાસભ્યની માગ

મોરબીઃ મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મચ્છુ 4 ચેકડેમ યોજનાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરી છે. કામ અટકી જવાથી રાસંગપર, નવાગામ, ધરમનગર સહિતના ગામો સિંચાઈથી વંચિત છે. ત્યારે ખેડૂતોના હિતમાં તેમના દ્વારા માગ કરવામાં આવી છે.

morbi

By

Published : Jul 2, 2019, 2:45 PM IST

મચ્છુ 4 ચેકડેમ યોજનાની મંજુરી માટે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, મચ્છુ 3 સિંચાઈ યોજનાની ભૂમીગત પાઈપ કેનાલ દ્વારા સિંચાઈનો લાભ આપવા સિંચાઈ વિભાગે સંમતિ આપી છે. આ અંગેની મોટી બરાર, નવાગામ, રાસંગપર ગામના આગેવાનોની રજૂઆત મંજુર રાખવામાં આવી છે.

ઉપરાંત મોરબી તાલુકાના વાઘપર અને ગાળા ગામ વચ્ચે આવેલ વોકળા પર નવો ચેકડેમ બનાવવાની માંગ કરવામાં આવી છે. જેની ડીઝાઇન પૂર્ણ કરી વહીવટી મંજુરીનું કામ હાલ ચાલતું હોવાનું જણાવ્યું છે. આ કાર્યો પૂર્ણ થતા સ્થાનિક ખેડૂતોની પાણીની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવશે તેમ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની યાદીમાં જણાવ્યું છે.

For All Latest Updates

TAGGED:

mla rajuat

ABOUT THE AUTHOR

...view details