મોરબી : હળવદમાં થોડા દિવસો પહેલાં રણકાંઠા વિસ્તારો ધનાળા, મયુર નગર જેવા વિસ્તારોમાં આક્રમણ કર્યુ હતું. ત્યારે બાદ ફરી હળવદ તાલુકાના જોગડ ગામમાં તીડો એ આક્રમણ કર્યુ છે. જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને ખેડૂતોએ મોટા અવાજ કરી તીડ ભગાડવાની કામગીરી હાથ ધરી અને સ્થાનિક તંત્રને જાણ કરી હતી.
મોરબી: હળવદના રણકાંઠાના જોગડ વિસ્તારમાં તીડ દેખાયા, ખેડૂતો ચિંતાતુર - મોરલીના હળવદમાં તીડનું આક્રમણ
મોરબીના હળવદમાં થોડા દિવસો પહેલાં રણકાંઠા વિસ્તારો ધનાળા, મયુર નગર જેવા વિસ્તારોમાં તીડોનું આક્રમણ થયું હતું. ત્યાર બાદ હવે ફરી હળવદ તાલુકાના જોગડ ગામમાં તીડનું આક્રમણ સામે આવ્યુ છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
![મોરબી: હળવદના રણકાંઠાના જોગડ વિસ્તારમાં તીડ દેખાયા, ખેડૂતો ચિંતાતુર ETV bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:30:02:1594965602-gj-mrb-01-jodad-tid-av-gj10004-17072020095701-1707f-1594960021-1029.jpg)
હળવદના રણકાંઠા વિસ્તારોમાં ફરીથી ચીજોનું આક્રમણ જોવા મળ્યું છે. જેમાં હળવદ તાલુકાના જોગડ ગામની આસપાસના વિસ્તારમાં તીડના ઝુંડ જોવા મળ્યા હતા. હાલમાં મગફળી, કપાસ, અડદ, ગુવાર, મગ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોવાથી તીડના આક્રમણથી ખેડૂતો ચિંતિત થયા હતા.
તીડ આવ્યાની જાણ થતા ખેડુતો ખેતરોમાં દોડીને તીડને ભગાડવા માટેની કામગીરી હાથ ધરી હતી. આ સ્થિત ખેડૂતો માટે આફત સમાન કહી શકાય તો તીડ આવ્યા હોવાની જાણ ખેતીવાડી વિભાગને કરવામાં આવતા અધિકારીઓ દોડી ગયા હતા. અને દવાનો છંટકાવ સહિતની કામગીરી કરતા તીડ રણમાં ચાલ્યા ગયા હોવાની જાણ ખેતીવાડી વિભાગ કરી હતી.