ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુદર મોરબીમાં: અમિત ચાવડા - Hadik Patel

મોરબી માળિયા બેઠક પર પેટા ચૂંટણી મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જો કે હજુ કોંગ્રેસ દ્વારા કોઈ જ ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા નથી, ત્યારે શુક્રવારે મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારીની મીટીંગ મળી હતી.

morbi-leads-in-highest-death-rate
ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુદર મોરબીમાં: અમિત ચાવડા

By

Published : Aug 7, 2020, 8:12 PM IST

મોરબીઃ માળિયા બેઠક પર પેટા ચૂંટણી મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા બ્રિજેશ મેરજાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જો કે હજુ કોંગ્રેસ દ્વારા કોઈ જ ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા નથી, ત્યારે શુક્રવારે મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારીની મીટીંગ મળી હતી.

આ મીટીંગમાં ખેડૂતોને પાકવીમો, બેરોજગારી, મોરબીની પ્રાથમિક સમસ્યા અને લારી-ગલ્લાની સમસ્યા બાબતે કારોબારીમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજાતા જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં ખેડૂતો પાયમાલ થયા છે અને પાકવીમો મળતો નથી તેમજ પાકના પૂરતા ભાવના મળતા ખેડૂતોની સ્થિતિ બેહાલ થઇ છે.

ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુદર મોરબીમાં

વધુમાં જણાવ્યું હતું કે, યુવાનો સાથે અન્યાય થઇ રહ્યો છે, તેમજ દિનપ્રતિદિન મોંધવારી સતત વધી રહી છે, જેને નાથવામાં સરકાર નિષફળ નીવડી છે. મોરબી સિરામિક ઉધોગ વિશ્વ વિખ્યાત છે અને હાલ તે મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. ખેડૂતો, યુવાનો અને ફી માફી માટે લડત લડવાનું કારોબારી મીટીંગમાં નક્કી કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં બનેલી દર્દનાક ધટના બાબતે સરકાર સામે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં 2100 હોસ્પિટલ છે, જેમાંથી માત્ર 90 પાસે જ NOC છે, જેથી સાબિત થાય છે કે સરકાર હપ્તા લે છે તેમજ તેમણે હોસ્પિટલમાં સરકારની જ મિલીભગત હોવાનું જણવ્યું છે. તેમજ તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર સોથી વધુ મોરબી જિલ્લામાં છે.

હાર્દિક પટેલે કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સિરામિક ઉધોગ પડી ભાંગ્યો છે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે સિરામિક ઉધોગકારો પોતાના પશ્નને લઈને સૌરભ પટેલ પાસે જતા ત્યારે તેમને બેસવા માટે ખુરશી પણ નહોતા આપતા અને હાલમાં તે જ વ્યકિતને મોરબી બેઠકની ચુંટણીના પ્રભારી બનાવ્યા છે, જેથી તે મોરબીના સિરામિક ઉધોગોકાર પાસે મત માગવા નહી પણ તેઓ પાસે પૈસા માગવા આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

પરેશ ધાનાણીએ કાર્યકરોને સંકલ્પ કરાવ્યો હતો કે આપણે ગાંડો ચાલશે પણ ગદ્દાર નહિ ચાલે જેથી આપણે એવા ઉમેદવારની પસંદગી કરવી છે કે જે હમેશા પ્રજાની સાથે રહતા હોય.

ABOUT THE AUTHOR

...view details