ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જલારામ મંદિર દ્વારા 53 અસ્થિકુંભનું વિસર્જન કરાયું - મોરબી જલારામ મંદિર દ્વારા 53 અસ્થિઓનું અસ્થિ વિસર્જન કરાયું

મોરબી જલારામ મંદિરના આગેવાનો દ્વારા બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ 53 અસ્થિકુંભનું સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે સામુહિક અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું.

Morbi
મોરબી જલારામ મંદિર દ્વારા 53 અસ્થિઓનું અસ્થિ વિસર્જન કરાયું

By

Published : Jun 19, 2020, 1:57 PM IST

મોરબી: માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવે છે. તે ઉપરાંત તેમના અસ્થિઓનું સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમાં સામૂહીક વિસર્જન કરવામાં આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનું વિસર્જન ન કરી શક્યા હોય તેમના અસ્થિઓનું વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

મોરબી જલારામ મંદિર દ્વારા 53 અસ્થિઓનું અસ્થિ વિસર્જન કરાયું

હિન્દુ ધર્મની પરંપરા મુજબ દિવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનું વિસર્જન કરવું અનિવાર્ય હોય છે. ત્યારે આગામી તા. 21ના રોજ કંકણાકૃતિ સુર્ય ગ્રહણ હોવાથી મોરબી જલારામ મંદિર દ્વારા સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમાં સામૂહીક અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું.

મોરબીના તમામ સ્મશાનેથી બિનવારસી સહીત કુલ 53 દીવંગતોના અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ દ્વારા સોમનાથ ખાતે પવિત્ર ત્રિવેણી સંગમમાં 53 દીવંગતોના અસ્થિઓનું હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details