- અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ
- દેશમાંથી ભંડોળ એકઠું થઇ રહ્યું છે
- મોરબીના ઉદ્યોગપતિથી લઈને શ્રમિકો આર્થિક યોગદાન આપશે
અયોધ્યા રામ જન્મભૂમિ નિર્માણ માટે મોરબીના ઉદ્યોગપતિથી લઈને શ્રમિકો આર્થિક યોગદાન આપશે
અયોધ્યામાં રામ જન્મભૂમિ નિર્માણ માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે મોરબીના ઉદ્યોગપતિથી લઇ શ્રમિકો આર્થિક યોગદાન આપશે.
અયોધ્યા રામજન્મભૂમી નિર્માણ માટે મોરબીના ઉદ્યોગપતિથી લઈને શ્રમિકો આર્થિક યોગદાન આપશે
મોરબીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ નિર્માણ માટે ભવ્ય મંદિર બનાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સમગ્ર દેશમાંથી યોગદાન મળી રહે તેવું આયોજન કરાયું છે. જે અંતર્ગત રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સમિતિ મોરબી દ્વારા ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાઈ હતી.
રામ જન્મભૂમિ માટે નાણાકીય ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે સિરામિક ઉદ્યોગકારોની બેઠકમાં સિરામિક એસોના પ્રમુખો મુકેશ ઉધરેજા, નીલેશ જેતપરિયા, કિરીટ પટેલ, કિશોર ભાલોડીયા તેમજ પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા અને અજયભાઈ લોરિયા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં રામ જન્મભૂમિના ભવ્ય નિર્માણ માટે સિરામિક ઉદ્યોગપતિઓ સાથે શ્રમિકો પણ યોગદાન આપે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
સિરામિક ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ
સિરામિક ઝોનમાં રોડ વાઈઝ મીટિંગ યોજી નાણાકીય ભંડોળ એકત્ર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું, તો પોલીપેકના 70 જેટલા યુનિટ કાર્યરત હોવાની સાથે મીટિંગ કરી ભંડોળ એકત્ર કરવા માટેની જવાબદારી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ સ્વીકારી હતી.
Last Updated : Dec 22, 2020, 11:41 AM IST