ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીની ઘટના ભ્રષ્ટાચાર, ગુનાહિત બેદરકારીનું પરિણામ: FSL રિપોર્ટમાં મોટો ખુલાસો - પરિણામ

મોરબી બ્રિજના FSL રિપોર્ટમાં (Morbi bridge tragedY) ઓરેવા અને નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારી બહાર આવી (Morbi Incident Result of Corruption)છે. ઓરેવા ગ્રુપ કે જેની પાસે પુલની જાળવણી, સંચાલન અને સુરક્ષાનો કોન્ટ્રાક્ટ હતો. 30 ઓક્ટોબરે, જે દિવસે પુલ તૂટી પડ્યો, તે દિવસે 3,165 ટિકિટ આપવામાં આવી હતી.

મોરબીની ઘટના ભ્રષ્ટાચાર, ગુનાહિત બેદરકારીનું પરિણામ
Etv Bharatમોરબીની ઘટના ભ્રષ્ટાચાર, ગુનાહિત બેદરકારીનું પરિણામ: FSL રિપોર્ટમાં મોટો ખુલાસો

By

Published : Nov 22, 2022, 3:47 PM IST

Updated : Nov 22, 2022, 7:24 PM IST

મોરબી: મોરબીના ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનાના (Morbi bridge tragedY) કેસમાં ઝડપાયેલા તમામ નવ આરોપીઓએ કરેલી જામીન અરજીનું હિયરીંગ થઇ (The hearing of the bail application) ગયું છે. બુધવારે જામીન આપવા કે નહિ તે અંગે કોર્ટ હુકમ સંભળાવશે. કોર્ટમાં આરોપીઓની જામીન અરજી અંગે સુનાવણી સમયે એફએસએલ ટીમનો પ્રાથમિક રીપોર્ટ (The preliminary report of the FSL team) કોર્ટમાં રજુ કરાયો હતો. જેમાં મોટી બેદરકારીઓનો ખુલાસો થવા પામ્યો છે. ઓરેવા ગ્રુપ (Orewa Group) કે જેની પાસે પુલની જાળવણી, સંચાલન અને સુરક્ષાનો કોન્ટ્રાક્ટ હતો. 30 ઓક્ટોબરે, જે દિવસે પુલ તૂટી પડ્યો, તે દિવસે 3,165 ટિકિટ આપવામાં આવી હતી. તેની લોડ બેરિંગ ક્ષમતાનું કદી મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.

મોરબીની ઘટના ભ્રષ્ટાચાર, ગુનાહિત બેદરકારીનું પરિણામ

દુર્ઘટનાના દિવસે 3165 ટીકીટ ઇસ્યુ કરાઈ: મોરબીના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું કે આરોપીઓના જામીન અરજીની સુનાવણી દરમિયાન એફએસએલનો પ્રાથમિક રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં ઓરેવા ગ્રુપે જેને મેન્ટેનન્સ અને સિક્યુરીટી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તેને 30 ઓક્ટોબર દુર્ઘટનાના દિવસે 3165 ટીકીટ ઇસ્યુ કરવામાં આવી હતી. આટલા બધા લોકો પુલ પર જશે તો શું થશે તેનો વિચાર ટીકીટ આપનારે કર્યો નહતો. પુલ પર ટીકીટ માટે બે કાઉન્ટર કાર્યરત હતા અને બંને લોકોએ એકબીજા કાઉન્ટર પરથી કેટલી ટીકીટ આપવામાં આવી તે અંગે અજાણ હતા.

ગંભીર બેદરકારી:જયારે રીપોર્ટમાં સામે આવ્યું હતું કે ઝુલતા પુલના મહત્વના ભાગ પર કાટ લાગેલ હતો બોલ્ટ ઢીલા થઇ ગયા હતા. મોરબીના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ પી સી જોષી સામે પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાના આરોપીઓ પૈકી ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણને કોઈ ટ્રેનીંગ આપવામાં આવી નહતી અને તેઓ લેબર કોન્ટ્રાકટર હતા. તેમજ મેનેજરે તેના સ્ટાફને સમજાવવાનું હતું કે બ્રીજ પર 100 લોકો જ જઈ સકે પરંતુ મેનેજરે આવું કર્યું નહતું. બ્રિજના કેબલ પર કાટ લાગેલ હતો એન્કર તૂટી ગયા હતા. કેબલ બ્રીજ સાથે બાંધી રાખે તે રસ્સી પણ બદલવામાં આવી નહતી.

મચ્છુ નદી પરનો બ્રિટિશ સમયનો પુલ તૂટી પડયો:30 ઓક્ટોબરના રોજ, ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો બ્રિટિશ સમયનો પુલ તૂટી પડતાં 135 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 31 ઓક્ટોબરના રોજ, પોલીસે મોરબી બ્રિજનું સંચાલન કરતા ઓરેવા જૂથના ચાર સહિત નવ લોકોની ધરપકડ કરી હતી. બ્રિજની જાળવણી અને સંચાલન સાથે સંકળાયેલી કંપનીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Last Updated : Nov 22, 2022, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details