મોરબીઃ જિલ્લાના હળવદના નવા ઢવાણા ગામની શાળાના શિક્ષકે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધમાં પોસ્ટ કરી હતી. ‘કિસ જાહિલ કો પીએમ બનાયા, ગરીબો કો કોરોના મેં મરને કે લિયે છોડ દિયા ઔર ચોરો કે હાથ સરકાર હે’ તેવી પોસ્ટ મૂકી હતી. જેને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બાબતની ગંભીર નોંધ લઈને તુરંત કાર્યવાહી કરી શો કોઝ નોટીસ પાઠવી હતી.
મોરબીમાં સરકારી શિક્ષકને સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવી ભારે પડી
આજના સોશિયલ મીડિયાના યુગમાં સૌ કોઈ પોતાના અભિપ્રાય રજૂ કરતા હોય છે. જો કે એક સરકારી શિક્ષકે સરકાર વિરુદ્ધ પોસ્ટ લખી હતી અને જે બાદ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં એક સરકારી શિક્ષકે સરકાર વિરુદ્ધ પોસ્ટ કરવી ભારે પડી ગઈ છે. આ પોસ્ટની ગંભીર નોંધ લઈને શિક્ષક વિરુદ્ધ ફરજ મોકૂફીના પગલા લેવાયા છે.
મોરબીમાં સરકારી શિક્ષકને સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવી પડી ભારે, કરાયો ફરજ મૌકુફ
જ્યારે અધિકારીઓને તેનો ખુલાસો સંતોષકારક ન જણાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા શિક્ષક જીજ્ઞેશ વાઢેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે. તેની નોકરી હળવદ તાલુકામાં હતી જે બદલી વાંકાનેર તાલુકા પંચાયત શિક્ષણ શાખામાં મુકવામાં આવી છે.