મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળના ટી સી ફૂલતરીયા, ચંદુભાઈ કડીવાર, ભીખાભાઈ લોરિયા અને ચંદ્રેશભાઈ અઘારા સહિતના સેવાભાવીઓએ શહીદ પરિવારોને મદદ કરવાના હેતુથી મોરબી નજીકના ભરતનગર ગામે ધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમ દ્વારા ૧,૦૨,૦૦૦ ની રકમ એકત્ર થઇ હતી જે રકમ ધૂન મંડળે અજયભાઈ લોરિયાને સોંપી છે અને અજયભાઈ લોરિયા તેની ટીમ સાથે ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં શહીદ પરિવારોને રૂબરૂ મળી આર્થિક મદદ પહોંચાડશે.
મોરબીના લોકોએ પુલવામાં શહીદો માટે કર્યું 2.5 કરોડથી પણ વધુનું દાન - Give Support
મોરબીઃ જિલ્લમાંથી કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાંથી શહીદ પરિવારો માટે ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. જેમાં મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળે ૧.૦૨ લાખનું ફંડ એકત્ર કર્યું છે. જે શહીદોના પરીવારને રૂબરૂ પહોંચાડવામાં આવશે.
Sport Photo
ઓદ્યોગિક નગરી મોરબીમાંથી શહીદ પરિવારો માટે દાનનો ધોધ વરસી રહ્યો છે અને અઢી કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી છે અને હજુ પણ શહીદ પરિવારો માટે વિવિધ સંસ્થાઓ અનુદાન એકત્ર કરી રહ્યા છે.