મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં વાડી નજીક ખુલ્લામાં જુગાર રમતા પ્રવિણ રણછોડભાઈ કોળી, અનિલ રણછોડ કોળી, ભૂપત તળશી કોળી, વિજય પરબત કોળી, દશરથ તેજા કોળી અને વિજય રમેશ કોળી એમ 6ને ઝડપી લઈને રોકડ રકમ 35,230,અને 6 મોબાઈલ કીંમત રૂ 15,500 ચાર બાઇક કીંમત રૂ37,000, એલઇડી લાઈટ સહીત કુલ 88,250ની કિંમતનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં જુગાર રમતા 10 ઝડપાયા, પણ 7 ફરાર - ravi motvani
મોરબીઃ જિલ્લાના વાંકાનેરના ભીમગુડા ગામની સીમમાં જુગાર અંગે બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે હળવદ પોલીસે બાતમીને આધારે દરોડા પાડી ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
હળવદમાં જુગાર રમતા 10 પત્તાપ્રેમીઓ ઝડપાયા, 7 ફરાર
જ્યારે હળવદ પોલીસની ટીમે માલણીયાદ ગામની સીમમાં જુગારની બાતમી મળતા દરોડા પાડ્યા હતા, જેમાં જુગાર રમતા કૃષ્ણસિંહ ઝાલુભા ઝાલા, બીપીન લાલજી પરમાર, પ્રવીણ મગન ચાવડા, અજીત માવું રાઠોડને ઝડપી લઈને રોકડ રકમ 32,400 જપ્ત કર્યા છે.
જ્યારે દરોડા દરમિયાન કુંવરજી ગેલા ભરવાડ, ભરત મોતી સતાપરા, અરવિંદ મનજી પટેલ, જીવા રેવા ગુંડારીયા, જયપાલ સુરેશ રાઠોડ, ખોડા વિરજી કોળી અને કાનજી જીવા ફરાર છે. જેની સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
Last Updated : Jul 20, 2019, 12:55 PM IST