ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતા નગરપાલિકા દ્વારા વેરાની વસુલાત - TAX

મોરબીઃ વર્ષ ૨૦૧૮-૧૯ નાણાકીય વર્ષ પૂર્ણ થયું છે અને નવા નાણાકીય વર્ષના શ્રીગણેશ થયા છે ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા ગત વર્ષની વેરા વસુલાતની કામગીરી કુલ ૭૨.૪૯ ટકા જેટલી રહી છે અને વેરા વસુલાત દ્વારા પાલિકાને કુલ ૧૫.૭૬ કરોડની આવક થવા પામી છે.

Morbi muncipla head clerk

By

Published : Apr 1, 2019, 5:22 PM IST

Updated : Apr 1, 2019, 6:19 PM IST

મોરબી નગરપાલિકામાં પાછલા બાકીનું માંગણું ૧૦.૫૯ કરોડ હોય તેમજ ચાલુ માંગણું રૂ ૧૧.૧૫ કરોડ મળીને કુલ ૨૧.૭૪ કરોડની વેરા વસુલાત માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.

જેમાં ૨૧૦ જેટલા આસામીઓને નોટીસ પાઠવી તેમજ ૨૦ સ્થળે મિલકત જપ્તી માટે ટીમ પહોંચી હતી, જોકે સ્થળ પર જ આસામી દ્વારા વેરા વસુલાત માટે માંડવાળ કરવામાં આવી હતી આમ માર્ચના અંત સુધીમાં મોરબી નગરપાલિકા દ્વારા પાછલી બાકી વસુલાત રૂ ૫.૪૩ કરોડ જ્યારે ચાલુ વસુલાત રૂ ૧૦.૩૩ કરોડ સહીત કુલ ૧૫.૭૬ કરોડની વેરા વસુલાત કરવામાં આવી છે અને ચાલુ વસુલાતની ટકાવારી ૯૨.૬૬ ટકા જેટલી રહી છે.

Morbi muncipla head clerk

મહત્વનુ છે કે, જે કામગીરી સારી કહી શકાય તો છેલ્લા વર્ષની વસુલાત અને ચાલુ વર્ષની વસુલાતની સરેરાશ ટકાવારી ૭૨.૪૯ ટકા રહી છે અને મોરબી પાલિકાને કુલ ૧૫.૭૬ કરોડની વેરા વસુલાતની આવક થઇ છે.

Last Updated : Apr 1, 2019, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details