ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદમાં ખાણખનીજ ટીમનો સપાટો, ડમ્પર-ટ્રેક્ટર સહીત 25 લાખનો મુદ્દામાલ જપ્ત - Mineralogy

મોરબીઃ જિલ્લાના હળવદમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજની ચોરી બેરોકટોક ચાલી રહી છે, ત્યારે ગુરૂવારના રોજ ખાણખનીજ ટીમ દ્વારા ખનીજચોરો પર તબાહી બોલાવીને એક ટ્રેકટર તેમજ બે ડમ્પર સહીત 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

હળવદમાં ખાણખનીજ ટીમનો સપાટો, બે ડમ્પર-ટ્રેક્ટર સહીત ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત

By

Published : Jun 13, 2019, 4:51 PM IST

મોરબી જિલ્લા ખાણ ખનીજ અધિકારીની સુચનાથી હળવદ ધાંગધ્રા હાઈવે પર વહેલી સવારના સુમારે મોરબી જિલ્લાના રોયલ્ટી ઇન્સપેકટર એ.જે. ભાદરકા, બી.પી. પટેલ, સાહીલભાઈ, મહેશભાઈ સહિતની ટીમે ચેકિંગ હાથ ધરતા હાઈવે પર ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખનન વહન કરતા બે ડમ્પર સફેદ માટી ભરેલા તેમજ એક ટ્રેક્ટર પરવાના વિના ખનીજ પરિવહન કરતા ઝડપી લેવાયા છે.

ખનીજ વિભાગની ટીમે ઝડપી લીધેલ ૨૫ લાખથી વધુની કિમતનો મુદ્દામાલ હળવદ પોલીસ મથકમાં સોપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે, તો ખાણ ખનીજ ટીમ દ્વારા ખનીજચોરો સામે કરવામાં આવેલી કાર્યવાહીને પગલે ખનીજ ચોરી કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details