ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં નર્મદા લાઈનમાંથી પાણીચોરી કરતા તંત્રની લાલઆંખ, ગેરકાયદેસરના કનેકશન કાપી નાખ્યા - Water

મોરબીઃ ટંકારા પંથકમાં બેફામ પાણીચોરીની વ્યાપક ફરિયાદો બાદ ગુરૂવારના રોજ તંત્ર દ્વારા પાણીચોરી અંગે કાર્યવાહી કરવામાં આવી હતી અને ઓદ્યોગિક એકમો દ્વારા નર્મદા લાઈનમાંથી કરવામાં આવતી પાણીચોરી સામે લાલ આંખ કરીને ૧૩થી વધુ કનેકશન તંત્ર દ્વારા કાપવામાં આવ્યા હતા.

મોરબીમાં પાણી ચોરી સામે તંત્રની લાલઆંખ

By

Published : Jul 11, 2019, 11:44 AM IST

ટંકારામાં લજાઈથી નસીતપર વચ્ચે નર્મદા લાઈનમાંથી ઓદ્યોગિક એકમો ગેરકાયદેસર કનેક્શન લઈને પાણીચોરી કરતા હોય જેને પગલે આજે મામલતદાર ટીમ અને પાણી પુરવઠા ટીમ દ્વારા ગુરૂવારના રોજ પાણીચોરી કરનાર એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૧૩ થી ૧૪ એકમો દ્વારા ગેરકાયદેસર કનેક્શન લઈને પાણીચોરી કરવામાં આવતી હતી જેને કાપી નાખવામાં આવ્યા છે. તેમજ એકમોને દંડ પણ ફટકારવામાં આવશે તદઉપરાંત સ્ટેમ્પ પર બાહેંધરી લેવામાં આવશે કે હવે તેઓ કનેક્શન દ્વારા પાણીચોરી નહિ કરે અને ત્યારબાદ ફોજદારી કાર્યવાહી સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ગુરૂવારના રોજ પાણીચોરી માટેના કનેક્શન કાપવાની કામગીરીમાં પાણી પુરવઠા ટીમના કૌશિક પી બંદાણીયા, એચ આર રાજપરા સહિતની ટીમ સ્થળ પર ગઈ હતી અને નસીતપર નજીકના ઓદ્યોગિક એકમો દ્વારા લેવાયેલા ગેરકાયદેસર કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને પાણીચોરી રોકવા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details