મોરબી ચેકિંગમાં ખાનગી કલાસીસ, સમર કલાસીસ અને ડાન્સ કલાસીસમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં જાણવા મળ્યું કે, ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે, કે કેમ તેની ચકાસણી કરી હતી. અનેક સ્થળોએ ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા ન હતા.
મોરબીમાં તંત્ર જાગ્યું, તમામ ક્લાસીસ પર પાલિકા પ્રમુખના દરોડા - Gujarati News
મોરબીઃ સુરતમાં બનેલી ગોઝારી દુર્ઘટના બાદ રાજ્યનું તંત્ર સફાળું જાગ્યું છે અને આવી દુર્ઘટના અન્ય સ્થળે ન સર્જાય તેવા હેતુથી ફાયર સેફટી અંગે ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા અને ચીફ ઓફિસર સાગર રાડિયાની આગેવાની હેઠળ ટીમોએ રવાપર રોડ પર ચેકિંગ કર્યું હતું.

સાગર રાડિયા,ચીફ ઓફિસર, મોરબી
મોરબીમાં તંત્ર જાગ્યું ક્લાસીસ પર પાલિકા પ્રમુખના દરોડા
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રમાં પણ ફાયર સેફટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. ૧૭થી વધુ આસામીઓને નોટીસ પાઠવી હતી અને ફાયર સેફ્ટીના સાધનો વસાવીને પાલિકાનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બંધ રાખવા તાકીદ કરી છે. તે ઉપરાંત ખાનગી શાળાઓ અને હોસ્પિટલમાં પણ ચેકિંગ કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.