નવા સાદુળકા પમ્પીંગ સ્ટેશનમાંથી ૪.૪૫ લાખના મુદામાલની ચોરી - Police Fir
મોરબીઃ જિલ્લાના માળિયા નેશનલ હાઈવે પર નવા સાદુંળકા ગામ નજીક નર્મદા કેનાલ પર આવેલ હેવી પમ્પીંગ સ્ટેશનમાંથી કોઈ અજાણ્યો ઇસમે ટીસીમાંથી કોપર કોઈલ સહિત ૪.૪૫ લાખના મુદામાલની ચોરી કરી લઇ ગઇ હતી. આ અંગેની ફરિયાદ નાયબ કાર્યપાલક ઈજનેરે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.
![નવા સાદુળકા પમ્પીંગ સ્ટેશનમાંથી ૪.૪૫ લાખના મુદામાલની ચોરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2988859-thumbnail-3x2-mrb.jpg)
મોરબીના રોટરી નગરમાં રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા શૈલેષ જનકભાઇ વૈધના હસ્તકના ગુજરાત પાણી પુરવઠા બોર્ડ સાદુળકા પમ્પીંગ સ્ટેશનના ખુલ્લામાં આવેલ ટીસીમાંથી ગત તા.૨ ના રોજ કોઈ અજાણ્યો માણસ પાણીની મોટરનો કેબલ ૩૫ એમએમ ૪ કોર ફ્લેક્સીબલ કોપર વાયર આશરે ૫૦ મીટર કિંમત રૂ.૨૫૦૦૦, બીજી મોટરનો કેબલ ૩૫ એમએમ ૩ કોર ફ્લેક્સીબલ કોપર વાયર ૫૦ મીટર કીમત રૂ.૨૦૦૦૦ અને ૧૧ કેવી ૪૩૩ વોલ્ટ ૧૨૫૦ કેવી ટીસીની કોપર કોઈલ નંગ-૨ આશરે કીમત રૂ.૪,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ ૪,૪૫,૦૦૦ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ શૈલેષભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ચોઅરી કરનાર ઇસમોને ઝડપી પાડવા વધુ તપાસ ચલાવી છે.