મોરબી એલસીબી ટીમ સોમવારના રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસેથી બાતમીને આધારે પસાર થતા આઈસરને આંતરી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ ૪૬૯ કીમત રૂ ૪,૦૯,૧૦૦ મળી આવતા દારૂનો જથ્થો તેમજ આઈસરમાં રાખેલી બલેનો કાર કિમત રૂ ૨ લાખ અને આઈસર ગાડી કીમત રૂ ૫ લાખ ઉપરાંત છ મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ ૧૧,૧૯,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મોરબીના વાંકાનેર બાઉન્ડ્રીથી દારૂ સાથે 3 શખ્સની ધરપકડ - loksabha election 2019
મોરબીઃ લોકસભા ચૂંટણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આજે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એલસીબી ટીમે બાતમીને આધારે આઈસરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
સ્પોટ ફોટો
આઈસરમાં સવાર આરોપી બનેસગ જોરસિગ ધેલડા, ઈશ્વર જયંતી રાછડીયા, મુકેશ મગન પરમારને ઝડપી લેવાયા છે, જ્યારે અન્ય આરોપી મનહરભાઇ હરિભાઇ જાદવ અને માલ ભરાવી આપનાર આરોપી સુરજ નામ ખુલતા તેની વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.