મોરબી ૧૦૮ ટીમે રસ્તામાં જ કરાવી મહિલાની ડિલિવરી, ટ્વીન્સને આપ્યો જન્મ - Delivery
મોરબીઃ જિલ્લાના એક ગામમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડી હોય જો કે હોસ્પિટલ પહોંચતા વિલંભ થઇ જાય તેમ હોવાથી ૧૦૮ ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરાવી હતી અને મહિલાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો છે.
![મોરબી ૧૦૮ ટીમે રસ્તામાં જ કરાવી મહિલાની ડિલિવરી, ટ્વીન્સને આપ્યો જન્મ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3484469-454-3484469-1559796846673.jpg)
મોરબીના ફડસર ગામના રહેવાસી જશુબેન બચુભાઈ જેઠાને પ્રસુતિની પીડા થઇ હોવાથી ૧૦૮ આમરણ લોકેશન ટીમને જાણ કરતાં ૧૦૮ ટીમનાઈએમટી શૈલેષભાઇ કાછડિયા,પાયલોટ રવિરાજસિંહ જાડેજા દોડી ગયા હતા. પરંતુ પ્રસુતાની સ્થિતિ નાજુક હોવાથી હોસ્પિટલ પહોંચી શકાય તેમ ના હતું અને વિલંબ કરવાને બદલે ૧૦૮ ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરવાનું નક્કી કર્યું હતું. જે ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી અને મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. માતા અને બંને બાળકો તંદુરસ્ત છે, મહિલાના પરિવારે ૧૦૮ ટીમનો આભાર માન્યો હતો.