ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Government Medical College: કોંગ્રેસના 5 દિવસના ધરણા બાદ પાટા પર આવ્યું ભાજપ? મોરબી મેડિકલ કોલેજને લઇને કરી મહત્વની જાહેરાત - મોરબીમાં કોંગ્રેસનો વિરોધ

મોરબીને સરકારી મેડિકલ કોલેજ (Morbi Government Medical College) મળશે તેવી જાહેરાત જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાએ કરી છે. તેમણે જણાવ્યું કે આ માટેનું 580 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ પ્રજાનો આવાજ બની લડત આપી તેનો વિજય થયો હતો.

કોંગ્રેસના 5 દિવસના ધરણા બાદ પાટા પર આવ્યું ભાજપ?
કોંગ્રેસના 5 દિવસના ધરણા બાદ પાટા પર આવ્યું ભાજપ?

By

Published : Apr 23, 2022, 7:58 PM IST

મોરબી:મોરબીને સરકારી મેડિકલ કોલેજ (Morbi Government Medical College)ના વિષયને લઈને રાજકારણ ગરમાયું છે. વિવિધ પક્ષો રાજનીતિ કરી રહ્યા છે અને આક્ષેપ-પ્રતિ આક્ષેપનો લાંબો દોર ચાલ્યા બાદ આજે જિલ્લા ભાજપ પ્રમુખે (Morbi District BJP President) પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે મોરબીને સરકારી મેડિકલ કોલેજ જ મળશે તેમ જણાવી ટેન્ડર પ્રક્રિયા (Tender process For Medical College) શરુ થઇ હોવાની માહિતી આપી હતી. જો કે પરિપત્ર થયો ન હોવાથી શંકાના વાદળો હજુ દૂર થયાં નથી.

પરિપત્ર મુજબ જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

580 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું- મોરબીને સરકારી મેડિકલ કોલેજ મામલે ચાલતા વિવાદ (Morbi Government College Controversy) વચ્ચે આજે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળી હતી જેમાં ફેરફાર થતા સ્થાનિક સાંસદ, ધારાસભ્ય અને સંગઠનના હોદ્દેદારોએ સરકારમાં રજૂઆત કરી હતી અને સરકારી મેડિકલ કોલેજ આપવા માંગ કરી હતી. રજૂઆતને માન્ય રાખી સરકારે સરકારી મેડિકલ કોલેજનું ટેન્ડર બહાર પાડી દીધું છે જેનું ખાતમુહૂર્ત પણ થવા જઈ રહ્યું છે. પરિપત્ર મુજબ જ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે જેમાં સરકારી ધોરણ મુજબ ફીનું માળખું રહેશે તેવું જણાવ્યું હતું. 580 કરોડનું ટેન્ડર બહાર પડાયું છે જેનું સંચાલન GMERS કરશે.

આ પણ વાંચો:Shaktisinh Gohil In Morbi: શક્તિસિંહ ગોહિલના ભાજપ સરકાર પર ચાબખા, પેપરકાંડથી લઇને શિક્ષણની સ્થિતિ સહિતના મુદ્દે ઘેરી

વિપક્ષ પ્રજાને ગુમરાહ કરતી હોવાનો આક્ષેપ ભાજપે કર્યો- મોરબીને સરકારી મેડિકલ કોલેજ આપવાનું નક્કી થયા બાદ ફેરફાર માટે પરિપત્ર બહાર પડ્યો હતો. હવે સરકારી મેડિકલ કોલેજ જ મળશે તેનો પરિપત્ર બહાર કેમ નથી પડ્યો કે સરકારે કેમ જાહેરાત ન કરી તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, પરિપત્ર માટે રજૂઆત કરવામાં આવશે. સાથે જ વિપક્ષ પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરતી હોવાથી પત્રકાર પરિષદ બોલાવી હતી તેમ પણ જણાવ્યું છે. દુર્લભજીએ મોરબીને સરકારી મેડિકલ કોલેજ મળશે તેમ જણાવ્યું હતું.

કોંગ્રેસે 5 દિવસ ધરણા કર્યા-મોરબીને સરકારી મેડિકલ કોલેજની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન (Conrgess Protest In Morbi) કરવામાં આવી રહ્યું હતું. જે મામલે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી (Morbi Region Congress leader) મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રમુખે પ્રેસ કરી 5 કોલેજની ટેન્ડર પ્રક્રિયા લેવામાં આવી હોવાનું જણાવ્યું છે. પ્રજાનો મુદ્દો ઉઠાવી 5 દિવસથી ધરણા કર્યા તે લડતનો વિજય થયો છે. આ નેતાઓ અને કાર્યકરોનો વિજય થયો છે. કોંગ્રેસ પાર્ટીએ પ્રજાનો આવાજ (Congress In Morbi) બની લડત આપી જેનો વિજય થયો હતો. કોંગ્રેસ કાર્યકરોએ થાળી વગાડી, ઘંટનાદ કરી, ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.

આ પણ વાંચો:મોરબી જિલ્લામાં મેડિકલ કોલેજને મંજુરી મળતા ખુશીનો માહોલ

કોઈ રાજનીતિ કરશે તો કોંગ્રેસ ચલાવી નહીં લે- મનોજ પનારાએ ભાજપ પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે, ભાજપ જૂઠ્ઠું બોલે છે જેના પર સંપૂર્ણ ભરોસો નથી. પરંતુ થોડો ભરોસો કરી શકાય છે અને જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું જેની વાત પર વિશ્વાસ રાખી કોંગ્રેસ પક્ષે ધરણાનો કાર્યક્રમ ટૂંકાવ્યો છે. સાથે જ જણાવ્યું હતું કે, પાછલા બારણે કોઈ રાજનીતિ કરશે તો કોંગ્રેસ ચલાવી નહીં લે. પ્રજાને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરશે તો કોંગ્રેસ આંદોલન કરવા તૈયાર છે. તેમજ સ્થાનિક મંત્રી અથવા આરોગ્ય પ્રધાને પરિપત્ર બહાર પાડવો જોઈએ તેમ પણ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details