ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ભેજાબાજ શખ્સોએ SBI બેંકને 7.61 લાખનો ચૂનો લગાવ્યો - Morbi letest news

મોરબી: ભેજાબાજ શખ્સો ભલભલાને ચૂનો લગાવવામાં માહેર હોય છે અને આવો જ કિસ્સો મોરબીની SBI બેંક સાથે થયો હતો. જેમાં ભેજાબાજ શખ્સોએ ATM માંથી રૂપિયા નીકળ્યા છતાં ટ્રાન્જેકશન ફેલ થયાના બહાના બનાવી નિયમ મુજબ બેંક પાસેથી રૂપિયા વસુલાયા હતા અને 7.61 લાખનો ચૂનો બેંકને લગાવ્યાની ફરિયાદ બેંક મેનેજરે નોંધાવી હતી.

ETV BHARAT
મોરબીમાં ભેજાબાજ શખ્શોએ SBI બેંકને 7.61 લાખનો ચૂનો લગાડ્યો

By

Published : Jan 6, 2020, 2:04 PM IST

મોરબી SBI બેંક પરાબજાર શાખાના ચીફ મેનેજર પરમી વેંકટ શ્રીરામક્રિષ્ના સૂર્યનારાયણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ગત તારીખ 15-9-2019 થી 30-10-2019 દરમિયાન જુદી જુદી બેંકમાંથી અમારી બેંકમાં ઓનલાઈન કમ્પ્લેન આવેલ કે, SBI બેંકના ATM મશીનમાંથી પૈસા ઉપાડતા નથી, પરંતુ એકાઉન્ટમાંથી ડેબીટ થઇ ગયેલ છે.

ATM મશીન કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોય જેથી ATM મશીનમાંથી કેટલી રકમ છે, તે જોઈ શકાય છે. ફેલ થયેલ ટ્રાન્જેકશનની રકમ મશીનમાં જ જમા રહેતી હોય છે. જો કે, ATM મશીનમાંથી ટ્રાન્જેકશન થયેલ તેટલી જ રકમ RBIની ગાઈડલાઈન મુજબ બેંકમાં આવતી ઓનલાઈન કમ્પ્લેનનો ત્રણ દિવસમાં નિકાલ કરવાનો હોય છે. જેથી ગ્રાહકોએ તે રકમ બેંક પાસેથી મેળવી લીધી હતી અને બાદમાં ATM મશીનના CCTV ફૂટેજ જોતા સમગ્ર મામલો ધ્યાનમાં આવ્યો હતોં. જેથી મેનેજરની ફરિયાદને પગલેએ ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમો સામે રૂપિયા 7,61,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી..

નિયમ મુજબ બેન્કમાંથી ગ્રાહકોએ રકમ મેળવી લીધા બાદ બેંક દ્વારા CCTV ફૂટેજ ચેક કરતા શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી અને કમ્પ્લેનને આધારે ફ્રોડીસ્ટ ATM કાર્ડધારકોનું વર્ગીકરણ કર્યું હતું, જેમાં કુલ 19 વિવિધ બેંકના ATM કાર્ડધારકો દ્વારા SBI બેંક પરાબજાર શાખાના મોરબી શહેરના વિવિધ ATM મશીનમાંથી ટ્રાન્જેકશન કરી પોતે રકમ મેળવી હતી અને છતાં બેંકમાં ઓનલાઈન કમ્પ્લેઇન સિસ્ટમનો દુરુપયોગ કરીને ટ્રાન્જેકશન ફેલ થયાનું જણાવીને એક જ ટ્રાન્જેકશનની રકમ બે વખત મેળવી હતી અને સમગ્ર કોભાંડનો પર્દાફાશ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details