મોરબી: પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમા ટાઉનશીપના ગીતાંજલિ એપાર્ટમેન્ટના રહેતા આધેડને કોરોના પોઝિટિવ આવતા ગીતાંજલિ એપાર્ટમેન્ટના રહીશોને કવોરોન્ટાઇન કરવામાં આવ્યાં હતાં. જેમાં રહીશોએ જાગૃતતા દાખવીને સરકારના નિયમોનું પાલન કર્યું હતું અને સંભવિત કોરોના સંક્રમણના ફેલાય તેની તકેદારી રાખી હતી.
મોરબીમાં હોમ કવોરોન્ટાઇન સમય પૂરો થવા છતા મુક્ત ન થતા હોબાળો - corona virus in india
મોરબીમાં આધેડને કોરોના પોઝિટિવ સામે આવ્યો હતો. આધેડને કોરોના પોઝિટિવ આવતા તકેદારીના ભાગરૂપે પોઝિટિવ દર્દીના નિવાસ સ્થાન ગીતાંજલિ એપાર્ટમેન્ટના રહીશોને હોમ કોવોરોન્ટાઇન કરવામાં આવ્યાં હતાં. હોમ કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ થયા બાદ પણ મુકત ન કરતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.
![મોરબીમાં હોમ કવોરોન્ટાઇન સમય પૂરો થવા છતા મુક્ત ન થતા હોબાળો etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6883617-1099-6883617-1587472872762.jpg)
મોરબી : હોમ કવોરોન્ટાઇન પીરીયડ પૂરો થતા, મુક્તિ ન મળતા રહીશોનો હોબાળો
જો કે, કવોરોન્ટાઇન પીરીયડ 14 દિવસનો હતો અને તે પૂર્ણ થયો હોવા છતાં રહીશોને મુક્તિ આપવામાં ન આવતા સ્થાનિકો વિફર્યા હતા અને હંગામો કરી મુક્યો હતો. જેથી રાત્રીના સમયે સિટી મામલતદાર, આરોગ્ય ટીમ તેમજ પોલીસ અધિકારીઓ દોડી આવ્યાં હતાં.
આ અંગે રહીશોને સિટી મામલતદાર રૂપાપરાએ જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તે વિસ્તારના રહીશોને 28 દિવસ કોવોરોન્ટાઇન રાખવામાં આવે છે. જેથી તમને પણ એટલા દિવસ કવોરોન્ટાઇન રાખવામાં આવશે. જો કે, આટલુ સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.