ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી ડ્રગ્સ કેસઃ ગુજરાત ATSની ટીમને મોટી સફળતા મળી, વધુ પાંચ લોકોની ધરપકડ - પંજાબના આરોપીને આઇડેન્ટીફાઇ

પાકિસ્તાન(Drugs of Pakistan)થી દરિયાઇ માર્ગે(Coast of Gujarat) સલાયા બંદરેથી(At the port of Salaya) 120 કિલો હેરોઇનનું કન્સાઇનમેન્ટ(Consignment of 120 kg of heroin) મંગાવીને મોરબીના ઝીંઝુંડા ગામમાં રહેતા સમસુદ્દોન હુસેનમિયા સૈયદના મકાનમાં છુપાવ્યું હતું. 600 કરોડનો જથ્થો ગુજરાત પોલીસની ટીમે ત્રણ આરોપીઓ સાથે જપ્ત કરી લીધો હતો. આ કન્સાઇનમેન્ટ પંજાબ મોકલવાનું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. જેમાં પાંચ આરોપીની ધરપકડ (Five accused arrested)કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી ડ્રગ્સ કેસઃ ગુજરાત ATSની ટીમને મોટી સફળતા મળી, વધુ પાંચ લોકોની ધરપકડ
મોરબી ડ્રગ્સ કેસઃ ગુજરાત ATSની ટીમને મોટી સફળતા મળી, વધુ પાંચ લોકોની ધરપકડ

By

Published : Nov 17, 2021, 5:24 PM IST

  • મોરબી ડ્રગ્સ કેસનો મુખ્ય સૂત્રધાર જોડિયાથી ઝડપાયો
  • મુખ્તાર હુશૈન ઉર્ફ જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું
  • ATS ની ટીમ નજીકના દિવસોમાં હેરોઇનના કેસમાં મોટા ખુલાસા કરશે

મોરબીઃપાકિસ્તાનથી(Drugs of Pakistan) દરિયાઇ માર્ગે (Coast of Gujarat)સલાયા બંદરેથી (port of Salaya)120 કિલો હેરોઇનનું કન્સાઇનમેન્ટ(Consignment of 120 kg of heroin) મંગાવીને મોરબીના ઝીંઝુંડા ગામમાં (Zinjunda of Morbi)રહેતા સમસુદ્દોન હુસેનમિયા સૈયદ નવા મકાનમાં છુપાવ્યું હતું. 600 કરોડ ડ્રગ્સનો જથ્થો(600 crore worth of drugs) ગુજરાત પોલીસની ટીમે ત્રણ આરોપી સાથે જપ્ત કરી લીધો હતો. આ કન્સાઇનમેન્ટ પંજાબ મોકલવાનું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. પોલીસે પંજાબના આરોપીને આઇડેન્ટીફાઇ(Identify the accused from Punjab ) કર્યા છે.

પંજાબના આરોપીને પણ પોલીસે કર્યો આઇડેન્ટીફાઇ

જેમાંથી પાંચ આરોપીની ધરપકડ (Five accused arrested)કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનથી 600 કરોડનું ડ્રગ્સનું(600 crore drugs) કન્સાઇનમેન્ટ મોકલનાર ઝાહીદ બલોચના પિતા બશીર બલોચની પણ ઇન્ડોનેશિયામાં બીજા 600 કરોડના હેરોઇન સાથે ઝડપાયો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. જો કે ATS ની ટીમ (ATS team)નજીકના દિવસોમાં હેરોઇનના કેસમાં મોટા ખુલાસા કરશે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ડ્રગ્સ પ્રકરણમાં જોડિયાના ઈસમની મહત્વની ભૂમિકા

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેટલો ગુજરાતમાં ઉપયોગ થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સ(Drugs)ની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, 1600 કિ.મીના દરિયા કિનારો ધરાવતાં ગુજરાતના દરિયાકાંઠાના રૂટનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થઈ રહ્યો છે.

હેરોઇન દરિયાઇમાર્ગે પંજાબ મોકલવાનું હતું

આ અંગે ડીઆઇજી હીમાંશુ શુક્લાએ( DIG Himanshu Shukla)જણાવ્યું છે કે, 600 કરોડના હેરોઇન કેસમાં નજીકના દિવસોમાં મોટા ખુલાસા કરવામાં આવશે. આરોપીઓ હેરોઇન ઘૂસાડવા માટે વેગનાર કારની પાછળની લાઇટની પાછળ એક ગુપ્ત ખાનુ બનાવ્યું હતું. તે ખાનામાંથી હેરોઇન દરિયાઇમાર્ગે પંજાબ મોકલવાનું હતું. તેમજ પકડાયેલા ત્રણ આરોપી મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર હાજુ નુર મોહમ્મદ રાવ, સમસુદીન હુસેનમિયા યદ અને ગુલામ હુસેન ઉમર ભગાડની પૂછપરછ કરતાં ધણા મોટા ખુલાસા થયા છે. ત્રણેયના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

મોરબીથી ડ્રગ્સ પંજાબ મોકલવાનું હતું

જેના ઘરે હેરોઇનનો જંગી જથ્થો થોડા દિવસો પહેલા જ ઉતારાયો હતો હતો તે ઝીંઝુડા ગામના સમસુદીન હુસેનમિયા સૈયદ્દને આ ડ્રગ્સ સાચવવા બદલ રૂપિયા પાંચ લાખ મળનાર હોવાનું પણ પોલીસ સમક્ષ કબૂલ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. તાંત્રિક વિધિ કરી લોકોને છેતરીને આ શખ્સ ડ્રગ્સ માફિયા બની ગયો હોવાનં ચોંકાવનારો વિગતો સામે આવી છે.

593,25 કરોડનો કિંમતનું 118 કિલોગ્રામ હેરોઇન

આરોપી સમસુદીનની પત્ની જોડિયા ગામની છે તેણીને જબ્બારે બહેન બનાવી હોવાથી જબ્બાર અને સમસુદીન 7 વર્ષ પહેલા પરિચયમાં આવ્યા હતા અને ડ્રગ્સના કારોબારમાં હાથ કાળા કર્યા હતા.જો કે અત્યાર સુધી રૂપિયા 600 કરોડની કિંમતનું 120 કિલોગ્રામ ડ્રગ્સ હોવાનું જાહેર કરાયું હતું. જેમાં પોલીસ દ્વારા સત્તાવાર ગણતરીના અંતે રૂ.593,25 કરોડનો કિંમતનું 118 કિલોગ્રામ હેરોઇન હોવાનું આજે જાહેર થયું હતું.

અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની શકયતા

આ ડ્રગ્સ પ્રકરણમાં જોડિયાનો મુખ્તાર હુશૈન ઉર્ફ જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ મુખ્ય સૂત્રધાર હોવાનું અને ગુલામ ભગાડ જબ્બારનો માણસ હોવાનું ખૂલ્યું છે,જ્યારે ઈશા રાવ હાલ વોન્ટેડ છે.સમસુદીન હુસૈનમિયાં યદનેઆ ડ્રગ્સનો જથ્થો સાચવવા આપ્યો હતો. તેથી આ સૂત્રધારના ડ્રગ્સ ઉપરાંત અન્ય કોઈ ગુનાહિત પ્રવૃતિઓ માટે પાકિસ્તાન સાથે નાતો છે કે કેમ તે મુદ્દે પણ તપાસ ચલાવી રહો છે.

આ પણ વાંચોઃઆ રીતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના આવે છે, જાણો કેવી રીતે ચાલે છે નેટવર્ક...

આ પણ વાંચોઃગુજરાતના રમખાણો દરમિયાન રાજકીય વર્ગ, નોકરશાહી અને અન્યો વચ્ચે 'મજબૂત મિલીભગત' રહી : ઝાકિયા

ABOUT THE AUTHOR

...view details