મોરબીઃ સમગ્ર વિશ્વ સહિત દેશ કોરોના મહામારી સામે લડત આપી રહ્યો છે, ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડા પ્રધાન મોદીએ રાહત ભંડોળનું ગઠન કર્યું હતું. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોએ એક દિવસના પગાર કોરોના સામેના જંગમાં અર્પણ કર્યો છે.
કોરોના સામેની જંગમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રૂપિયા 52.13 લાખ અર્પણ કર્યા
કોરોના મહામારી સામે સમગ્ર દેશ એકજુથ થઈને લડત આપી રહ્યો છે અને કોરોનાને હરાવવાના પીએમ મોદીના દ્રઢ નિશ્ચયમાં નાગરિકો આર્થિક સહયોગ આપી રહયા છે. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ૫૨ લાખથી વધુનું અનુદાન આપ્યું છે.
Morbi News
જેમાં મોરબી તાલુકામાં 17,16,951, વાંકાનેર તાલુકામાં 12,75,750, હળવદ તાલુકામાં 12,16,055, ટંકારા તાલુકામાં 5,86,924 અને માળીયા તાલુકામાં 4,17,791 એમ પાંચ તાલુકાના શિક્ષકોએ મળીને કુલ રૂપિયા 52,13,471 નો ફાળો એકત્ર કરીને જિલ્લા વિકાસ અધિકારીને સોપવામાં આવ્યો છે.