- મોરબીમાં કોરોના નિયમભંગના કેસોમાં પોલીસે કરી મોટી વસૂલાત
- 4 માસમાં માસ્ક ન પહેરનાર પાસેથી 1.56 લાખનો દંડ વસૂલ્યો
- કોરોનાની બીજી લહેર દરમિયાન વસૂલાયો 1.56 લાખ રુપિયા દંડ
મોરબીઃ કોરોનાકાળના નિયમભંગની દંડ વસૂલી અંગે માહિતી આપતાં મોરબી જિલ્લા એસપી એસ. આર. ઓડેદરાએ (Morbi SP)જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેર દરમિયાન 01-03-2021 થી 24-06-2021 ના ચાર માસ જેટલા સમયગાળામાં કરવામાં આવેલ કેસમાં (mask violation) માસ્કના દંડપેટે 1,56,66,000 વસૂલ કરવામાં આવ્યીં છે અને માસ્ક ન પહેરનાર 40,573 વ્યક્તિને માસ્ક આપવામાં આવ્યાં હતાં.
આરટી પીસીઆર ન કરાવવા બદલ કલમ 188 મુજબ કુલ 1491 કેસ કરવામાં આવ્યાં
કોરોના મહામારીના (Corona Pandemic) સમયમાં એપેડેમીક ડીસીઝ એકટ 2005 મુજબ 758 કેસો કરવામાં આવ્યાં છે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 મુજબ 144 કેસ જ્યારે કરફ્યુ, સોસીયલ ડિસ્ટસિંગ ભંગ, આરટી પીસીઆર ન કરાવવા બદલ 188 મુજબ કુલ 1491 કેસો કરવામાં આવ્યાં છે. તો એમવી એકટ કલમ 207 હેઠળ કુલ 1458 વાહનો આ સમયગાળા દરમિયાન જપ્ત કરવામાં આવ્યાં છે.