ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લા પંચાયતનું 605.54 લાખ રૂપિયાની પુરાંતવાળું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર - મોરબી જિલ્લા પંચાયત

મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા ગુરુવારે પંચાયતના સભાખંડમાં મળી હતી. જેમાં જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું અંદાજપત્ર મંજૂર કરાયું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના લેબર બજેટ વર્ષ 2021-22 મંજૂર કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પંચાયતનું 605.54 લાખ રૂપિયાની પુરાંતવાળું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર
મોરબી જિલ્લા પંચાયતનું 605.54 લાખ રૂપિયાની પુરાંતવાળું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર

By

Published : Mar 25, 2021, 9:29 PM IST

  • મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી
  • જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું અંદાજપત્ર મંજૂર થયું
  • કુદરતી આફતો માટે 51 લાખની જોગવાઈ કરવામાં આવી

મોરબીઃજિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા ગુરુવારે પંચાયતના સભાખંડમાં મળી હતી. જેમાં જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું અંદાજપત્ર મંજૂર કરાયું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના લેબર બજેટ વર્ષ 2021-22 મંજૂર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જુદી જુદી કલમ હેઠળ જિલ્લા પંચાયતને મળેલા અધિકારોની સુપ્રતિ કરવા સહિતના એજન્ડાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.

કુલ 49524.27 લાખ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું

સામાન્ય વહીવટ, પંચાયત અને વિકાસ, શિક્ષણ તેમજ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં ગરૂવારે વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરાયું હતું. કુલ 49524.27 લાખ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કરાયું છે. જેમાં તા. 01-04-21ની ઉઘડતી સિલક 1037.26 લાખ અને વર્ષ 2021-22ની આવક 746.80 લાખ મળી કુલ 1784.06 લાખ આવક થશે. અંદાજપત્રમાં કરેલી જોગવાઈ મુજબ 1178.52 લાખ ખર્ચને લક્ષમાં લેતા બંધ સિલક 605.54 લાખ રહેવા પામે છે.

મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી

આ પણ વાંચોઃ ભાવનગર મહાનગરપાલિકાનું રૂપિયા 999.54 કરોડનું સૂચિત બજેટ પસાર

આરોગ્ય ક્ષેત્ર ઉપરાંત કૃષિ ક્ષેત્ર માટે જોગવાઈઓ કરી

જિલ્લા પંચાયતના અંદાજપત્રમાં સ્વભંડોળમાં વિવિધ ક્ષેત્ર માટે વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં સામાન્ય વહીવટી ક્ષેત્રે 71.62 લાખ જેમાં માનદ વેતન, પગાર ભથ્થા સહિતના ખર્ચનો સમાવેશ થાય છે. પંચાયત અને વિકાસ ક્ષેત્રે 518.40 લાખની જોગવાઈ, શિક્ષણ ક્ષેત્રે 51.33 લાખ, આરોગ્ય ક્ષેત્રે 18.75 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 5 લાખ, જયારે કુદરતી આફતો માટે 51 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સિંચાઈ ક્ષેત્રે 91.75 લાખ અને બાંધકામ ક્ષેત્રે 238.01 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ તળાજા નગરપાલિકાની બજેટ બેઠક મળી

ટંકારા તાલુકાના તળાવ-ચેકડેમો રીપેર કરવાની માંગ

ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિમાં તળાવ અને ચેકડેમો તૂટી ગયા હોવાથી જે નાની સિંચાઈ યોજના અંતર્ગત કામોમાં સમાવેશ કરીને રીપેર કરાવામાં આવે તેવી માંગ પંચાયતના સદસ્ય ભુપતભાઈ ગોધાણીએ કરી હતી

10-12 ગામોમાં ડ્રેનેજની સમસ્યાના ઉકેલ માટે મશીન વસાવવા રજૂઆત

આ ઉપરાંત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સદસ્યોએ ડ્રેનેજ મશીન માટે માંગ કરી હતી મોરબી આસપાસના રવાપર, મહેન્દ્રનગર, શનાળા, વાવડીમાં ગટરના કામ થયા છે ડ્રેનેજની વ્યવસ્થા નથી જેથી ડ્રેનેજ મશીન વસાવવા રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details