- પ્રથમ અઢી વર્ષ બક્ષીપંચ અનામત છે
- મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચંદુભાઈ શિહોરાની વરણી
- જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જાનકીબેન કૈલાની નિમણુંક
મોરબી :જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે એક-એક જ ફોર્મ ભરવામાં આવેલા હતા. મોરબી જિલ્લા પંચાયતમાં હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની સાપકડા બેઠક ઉપરથી ચૂંટાયેલા ચંદુભાઈ સિહોરાને પ્રમુખ અને મોરબી તાલુકાની જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર ઉપરથી ચૂંટાયેલા જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવેલા છે.
આ પણ વાંચો : બારડોલી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
પ્રથમ અઢી વર્ષ બક્ષીપંચ અનામત છે
મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી 14 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બનેલા છે. અને 10 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો વિજેતા બન્યા હતા. તેથી ભાજપની જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હોવાથી પ્રથમ અઢી વર્ષ બક્ષીપંચ અનામત હોવાથી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે ગઇકાલે એક એક ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપમાંથી હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની સાપકડા બેઠક ઉપરથી ચૂંટાયેલા ચંદુભાઈ સિહોરાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરેલ હતું અને ઉપપ્રમુખ માટે જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાએ ઉમેદવારીપત્ર ભર્યું હતું.