ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પર લાંચ માગવાનો આરોપ, પ્રમુખ પદેથી બરતરફ કરાયા - Morbi news

મોરબીઃ જિલ્લા પંચાયતમાં કિશોરભાઈ ચીખલીયા સામે લાંચ માગવાનો કેસ ACBમાં નોંધાયો છે. જેના કરાણે તેમને પ્રમુખના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા છે.

મોરબી
મોરબી

By

Published : Dec 26, 2019, 12:29 PM IST

મળતી માહિતી પ્રમાણે, મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ જમીન બિનખેતી કરવા માટે 8 લાખ રૂપિયાની લાંચ માગી હોવાનો ગુનો ACBમાં નોંધાયો હતો. જેના પગલે તેમને પ્રમુખ પદ પરથી બરતરફ કરવામાં આવ્યાં છે. જો કે, હાલ તેઓ જામીન મુક્ત છે. તે દરમિયાન આ કેસની સાક્ષીઓની ઓપન ઇન્કવાયરી કરવામાં આવી હતી. સાથે ઘટનાની કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં લાંચ માગી હોવાનના ખુલાસો થતાં રાજકારણ ગરમાયું છે.

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખને હોદ્દા પરથી બરતરફ કરાયા

ABOUT THE AUTHOR

...view details