- 11 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા
- 832 માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવ્યા
- 11 ગામોમાં જરૂર પડ્યે સ્થળાંતર કરવામાં આવશે
મોરબી : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાને પહોચી વળવા માટે પૂર્વ તૈયારી કરવામાં આવી છે, ત્યારે મોરબી જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે, દરિયા કિનારાની 10 કી.મીની હદમાં આવેલા 11 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના ઢુઈ, રામપર(પાડાબેકર), ઝીંઝુડા, ઊંટબેટ(શામપર), બેલા(આમરણ), ફડસર અને રાજપર(કુંતાસી) તો માળિયા તાલુકાના વર્શામેડી, વાવણીયા, બોડકી અને બગસરા ગામીઓને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ તમામ તલાટી મંત્રીઓને હેડકવાર્ટર ન છોડવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. દરિયા કિનારા નજીકના ગામોમાં આવેલા અશ્રય સ્થાનોમાં પ્રાથમિક સુવિધા કોવિડ ગાઈડ લાઈન મુજબ કરવા કલેક્ટર દ્વારા સુચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને લઇને ગુજરાતના દરિયા કિનારે NDRFની 24 ટીમ તૈનાત કરાઇ