મોરબી: ગુરુવારે સિવિલ હોસ્પિટલ વાંકાનેર ખાતે વાંકાનેરના જીનપરાના 40 વર્ષના યુવાનના સેમ્પલ લેવાયા હતા જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મોરબી જિલ્લામાં કોરોનાનો 12 મો કેસ નોંધાયો છે.
વાંકાનેરના જીનપરાના 40 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - મોરબી તંત્ર હરકતમાં આવ્યું
મોરબીના વાંકાનેરમાં વધુ એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 12 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને સેનેટાઇઝેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાંકાનેરના જીનપરાના 40 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
જો કે હાલ કોરોના પોઝિટિવ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી ન હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું છે.
કોરોનાગ્રસ્ત યુવક કોના કોના સંપર્કમાં આવ્યા છે તે અંગે આરોગ્ય તંત્ર તપાસ કરી રહ્યું છે. હાલ વાંકાનેર પાલિકા ચીફ ઓફિસર સહિતની ટીમે સ્થળ પર દોડી જઈને વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યું છે તો આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.