ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Monsoon: મચ્છું-3માં નવા નીરથી ડેમ છલકાયો, આસપાસના 20 ગ્રામ્યપંથકને એલર્ટનો આદેશ

ભારે વરસાદને કારણે મોરબી જિલ્લામાં આવેલા મચ્છુ ડેમમાં નવા નીરની આવક થઈ છે. પાણીની માત્રા વધી જવાને કારણે મચ્છુ-3 ડેમના બે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેના કારણે ડેમની આસપાસના વિસ્તારના આશરે 20 જેટલા ગ્રામ્ય વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

By

Published : Jun 30, 2023, 10:13 AM IST

Gujarat Monsoon: મચ્છું-3માં નવા નીરથી ડેમ છલકાયો, આસપાસના 20 ગ્રામ્યપંથકને એલર્ટનો આદેશ
Gujarat Monsoon: મચ્છું-3માં નવા નીરથી ડેમ છલકાયો, આસપાસના 20 ગ્રામ્યપંથકને એલર્ટનો આદેશ

મોરબીઃમોરબીમાં જિલ્લામાં આવેલા મચ્છું-3 ડેમ હેઠવાસમાં આવતા 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સતત પાણીની આવકને કારણે દરવાજા ખોલવા પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. મોરબી તાલુકાના 11 અને માળીયા તાલુકાના 9 ગામોને એલર્ટ કરાયા છે. જેથી કોઈ મોટી હોનારત બને એ પહેલા જ એને ટાળી શકાય.

ક્યા ક્યા ગામઃ મોરબી તાલુકાના વનાળિયા, ગોરખીજડિયા, માનસર, સાદુળકા, અમરનગર, રવાપર(નદી),નાગડાવાસ, નારણકા, બહાદુરગઢ અને સોખાડા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે માળીયા તાલુકાના મહેન્દ્રગઢ, દેરાળા, નવાગામ, મેઘપર, વિરવિદરકા, રાસંગપર, માળીયા-મિયાણા, ફતેપરા અને હરિપર ગામોને એલર્ટ કરાયા છે. હાલ ડેમમાં 1676 ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે

મુખ્ય સ્ત્રોતઃમચ્છુ-3 ડેમને મોરબીનો પાણીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. મોરબીના સાદુળકા પાસે આ ડેમ આવેલો છે. જેમાં સતત પાણી વહી રહ્યું છે. ડેમના દરવાજા 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. જેના કારણે પાણીનો ફ્લો ખૂબ જ વેગ સાથે વહી રહ્યો છે. શુક્રવાર સુધીમાં સતત અને સખત વરસાદને કારણે ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. સિંચાઈ વિભાગે આ અંગે એક સમીક્ષા કરી હતી.

રાજકોટ પાણી પાણીઃ જે પછી દરવાજા ખોલવા માટે નિર્ણય કરાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટમાં પણ છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ જોવા મળ્યો હતો.રાજકોટમાં ગઈકાલે ત્રણ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Rajkot News: ઉપલેટાનો વેણુ-2 ડેમ 80 ટકા ભરાઈ જતાં આસપાસના ગામોને સાવચેત રહેવા આદેશ

Junagadh Rain: જૂનાગઢમાં અતિ ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘુસ્યાં

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details