મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી વાંકાનેર હાઈવે પરની આદર્શ હોટલ પાસે જાહેરમાં ક્રિકેટ મેચ સટ્ટો રમાતો હોવાની બાતમીને પગલે દરોડો કરી આરોપી તેજશ રતિલાલ જાકાસણીયા, પ્રકાશ પ્રેમજી રાઠોડને ઝડપી લઈને મોબાઈલ ફોન નંગ ૩ કીમત રૂપીયા ૪૫૦૦, રોકડ ૨૫૦૦ સહીત કુલ ૭૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા, બાકીના ત્રણ પોલીસની પકડથી દૂર - Cricket match Batting
મોરબીઃ હાલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, જેની સાથે મોરબીમાં સટ્ટોડીયાઓ પણ બેફામ બન્યા છે, ત્યારે એલસીબી ટીમે મોરબી વાંકાનેર હાઈવે પરથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 2ને ઝડપી લીધા છે. જયારે અન્ય ત્રણનો પણ આમાં ખુલાસો થયો છે.

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા
જયારે અન્ય આરોપી મોશીન અલીભાઈ સંઘી, અંકિત અરૂણભાઈ મોચી, રમેશ ઉર્ફે મિથુન લીલાધર કાનાબારએ ત્રણ આરોપીના નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.