ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં આઠ આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા, એકની અરજી મુલતવી

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં (Morbi bridge Collapse Case ) આઠ આરોપીના જામીન મોરબી કોર્ટે ( Morbi Court )નામંજૂર કર્યા ( Morbi Court rejects bail of eight accused ) છે. આ સાથે એક આરોપીની અરજી મુલતવી રાખવામાં આવી છે. જેથી હાલ ઓરેવા કંપનીના ( Oreva Company ) મેનેજર તેમ જ અન્ય 7 સહિત તમામ આઠ આરોપીઓને જેલમાં જ રહેવું પડશે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં આઠ આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા, એકની અરજી મુલતવી
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં આઠ આરોપીના જામીન કોર્ટે નામંજૂર કર્યા, એકની અરજી મુલતવી

By

Published : Nov 23, 2022, 7:47 PM IST

મોરબી મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં (Morbi bridge Collapse Case ) ઝડપાયેલા નવ આરોપીઓએ મોરબી કોર્ટમાં ( Morbi Court ) જામીન અરજી કરી હતી. જેઓના જામીન મામલે સુનાવણી કરવામાં આવ્યા બાદ આજે જામીન અરજી પર હુકમ કરવામાં આવ્યો હતો. મોરબી કોર્ટે આઠ આરોપીની જામીન અરજી ફગાવી ( Morbi Court rejects bail of eight accused )દીધી છે. જેથી હાલ ઓરેવાના ( Oreva Company ) મેનેજર સહિતના આઠ આરોપીઓને જેલમાં જ રહેવું પડશે.

કોણ કોણ છે આરોપીઓગત 30ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતાં. જે બનાવ મામલે પોલીસે ગુનો (Morbi bridge Collapse Case ) નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્ર પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલ્સિંગ ચૌહાણ એમ નવ આરોપીઓને ઝડપી લીધા હતાં. આ કેસમાં પોલીસે તપાસ માટે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી અને ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે ( Morbi Court ) ફગાવી ( Morbi Court rejects bail of eight accused ) દેતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતાં.

કોર્ટે ફગાવી જામીન અરજી જેથી જેલમાં બંધ નવ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે જામીન માટેની અરજીમાં પણ તારીખો પડી હતી. હિયરીંગ કરવામાં આવ્યા બાદ આજે જામીન અરજી પર મોરબી કોર્ટે ( Morbi Court ) ચુકાદો આપ્યો હતો જેમાં આઠ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી ( Morbi Court rejects bail of eight accused ) દીધી છે. કોર્ટે જામીન નામંજૂર કરતા આરોપીઓને (Morbi bridge Collapse Case ) હાલ કોઈ રાહત આપવામાં આવી નથી. જયારે એક આરોપી દેવાંગ પ્રકાશ પરમાર નામના આરોપીની જામીન અરજી પેન્ડીંગ છે જેના પર બાદમાં હુકમ સંભળાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details