ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં કોરોનાનો કેર, 14 નવા કેસ નોંધાયા, 3 દર્દીના મોત - ગુજરાતીસમાચાર

ગુજરાતના અન્ય શહેરોમાં કોરોના કહેર વરસાવી રહ્યો હતો, ત્યારે મોરબી જિલ્લામાં પણ કોરોનાએ આતંક મચાવ્યો છે. મોરબી જિલ્લામાં કોરોનાના 14 વધુ કેસ નોંધાયા છે.

morbi corona
morbi corona

By

Published : Aug 4, 2020, 10:20 AM IST

મોરબી: જિલ્લામાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. જેમાં મોરબી, હળવદ અને વાંકાનેરમાં વધુ 14 કેસો નોંધાયા છે, તો ત્રણ દર્દીના મોત થયા છે. જ્યારે 10 દર્દીઓ સ્વસ્થ થયા છે.

મોરબી જિલ્લાના નવા કેસોમાં મોરબીની મોચી શેરીમાં રહેતા 75 વર્ષના પુરુષ, હળવદના વોરાવાડના 67 વર્ષના પુરુષ, મોરબીના ગ્રીન ચોક હનુમાન દેરીવાળી શેરીના 72 વર્ષના પુરુષ, કાયાજી પ્લોટ પવનસુત પાર્કના 47 વર્ષના પુરુષ, જેઈલ રોડ લોહાણા પરાના 81 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ પંચવટી સોસાયટી સમર્પણ એપાર્ટમેન્ટના 57 વર્ષના પુરુષ,રણછોડનગરના 40 વર્ષના પુરુષ, વજેપર શેરી નં 13ના 40 વર્ષના પુરુષ, જેઈલ રોડ પરના 58 વર્ષના મહિલા, વજેપર શેરી નં 08 ના 67 વર્ષના મહિલા, વાંકાનેર વિવેકાનંદ સોસાયટીના 29 વર્ષના પુરુષ, મોરબી એવન્યુ પાર્કના ૫૨ વર્ષના પુરુષ, મોરબી મોટી માધાણી શેરી 42 વર્ષના પુરુષ અને બોની પાર્કના રહેવાસી 51વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વધુ 10 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે, 3 દર્દીના મોત થયા છે. વાંકાનેરના પ્રતાપ ચોકના 65 વર્ષના પુરુષ, મોરબી રોયલ પાર્ક વાવડીના 65 વર્ષના પુરુષ, મોરબી મોચી શેરીના 75 વર્ષના પુરુષના કોરોનાને પગલે મૃત્યુ થયા છે. મોરબી જિલ્લામાં નવા 14 કેસ સાથે કુલ કેસનો આંક 383 થયો છે. જેમાં 140 એક્ટિવ કેસ, 216 દર્દીઓ સ્વસ્થ થાય છે. જ્યારે જિલ્લામાં કુલ મૃત્યુ આંક 27 થયો છે.

ABOUT THE AUTHOR

...view details