ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં કોરોનાના વધુ 22 પોઝિટિવ કેસ નોંધાયા, 2 દર્દીના મોત - morbi news

મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 26 પોઝિટિવ કેસ નોધાયા છે અને 2 દર્દીઓના મોત થયા છે. જ્યારે 22 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

morbi news
morbi news

By

Published : Aug 21, 2020, 2:59 PM IST

મોરબીઃ દેશની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર વધતો જાય છે. ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 80 હજારને પાર પહોંચી છે. આ સાથે જ વિવિધ જિલ્લામાં કોરોનાનો પેગ પેસારો સતત વધતો જાય છે. મોરબીમાં દરરોજ કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.

મોરબીમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસ

જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જાય છે. ગુરૂવારના રોજ જિલ્લામાં 26 કેસ નોધાયા હતા. જેમા હળવદના મથક ગામે 32 વર્ષના પુરુષ, મોરબીના રવાપર વૃંદાવન પેલેસ એપાર્ટમેન્ટમાં 31 વર્ષની મહિલા, ટંકારાના લજાઈ ગામે 69 વર્ષના પુરુષ, મોરબીની દફતરી શેરીમાં 28 વર્ષના પુરુષ, મોરબી શનાળા રોડ વસંત પ્લોટમાં 25 વર્ષના પુરુષ, મોરબી અવની મેઈન રોડ વ્રજ વાટિકામાં 60 વર્ષના પુરુષ સંક્રમીત થયા છે.

તો મોરબી અવની મેઈન રોડ વ્રજ વાટિકા એપાર્ટ. 58 વર્ષની મહિલા, મોરબી અવની મેઈન રોડ વ્રજ વાટિકા એપાર્ટમેન્ટમાં 32 વર્ષના પુરુષ, મોરબી-2 વિદ્યુતનગરમાં 31 વર્ષની મહિલા, મોરબી પોલીસ લાઈનમાં 48 વર્ષની મહિલા, મોરબી રવાપર સનરાઈઝ એપાર્ટમેન્ટમાં 44 વર્ષના પુરુષ, મોરબી રાજપર 30 વર્ષના પુરુષ, મોરબી લખધીરવાસ 51 વર્ષની મહિલા, મોરબી લખધીરવાસ 27 વર્ષનો પુરુષ, મોરબી શક્તિ પ્લોટ 11માં 52 વર્ષના પુરુષ, મોરબી શક્તિ પ્લોટ 11માં 50ના વર્ષ પુરુષ, મોરબી સામાકાંઠે વિદ્યુતનગર 29 વર્ષના પુરુષ, મોરબી રવાપર રોડ એવન એપાર્ટમેન્ટ 24 વર્ષના પુરુષ, મોરબી હાઉસિંગ બોર્ડ 25 વર્ષના પુરુષ, મોરબી સામાકાંઠે સરસ્વતી સોસાયટી 42 વર્ષ પુરુષ, મોરબી કાયાજી પ્લોટ 46 વર્ષ મહિલા, વાંકાનેરના ઠક્કર શેરીમાં 55 વર્ષ મહિલા, વાંકાનેર ઠક્કર શેરીમાં 23 વર્ષ પુરુષ, વાંકાનેર વૃંદાવન વાટિકા 29 વર્ષ પુરુષ, વાંકાનેર ભાટિયા સોસાયટી ચંદ્રપુર 2માં 46 વર્ષનો પુરુષ અને વાંકાનેર ભાટિયા સોસાયટી ચંદ્રપુર 2માં 22 વર્ષના પુરુષના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

જયારે વધુ 22 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. તો વધુ બે દર્દીના મોત પણ થયા છે. જેમાં મોરબીના રામજીયાણી શેરીમાં 45 વર્ષના પુરુષ અને ટંકારાના 62 વર્ષના પુરુષના કોરોનાથી મૃત્યુ થયા છે.

જિલ્લામાં નવા 26 કેસો સાથે કુલ કેસની સંખ્યા 773 થઇ છે. આજની સ્થિતિએ 258 એક્ટીવ કેસ છે. જયારે 471 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 44 દર્દીના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details