ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી કોંગ્રેસના ઉમેદવારે જીતશે તો તમામ પગાર જનતાની સેવામાં વાપરવાની જાહેરાત કરી - કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલ

મોરબી પેટા ચૂંટણી જંગ પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી હોય તેમ બંને પક્ષે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધું છે. જ્યારે પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ત્યારે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલે ધારાસભ્ય તરીકેનો તમામ પગાર જનતાની સેવામાં વાપરશે તેવું વચન આપ્યું છે.

મોરબી
મોરબી

By

Published : Nov 1, 2020, 12:22 PM IST

  • મોરબી પેટા ચૂંટણી બની પ્રતિષ્ઠાનો જંગ
  • કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે આપ્યું વચન
  • ધારાસભ્ય બન્યા બાદ પગાર જનતાની સેવામાં વાપરશે


મોરબી : મોરબી પેટા ચૂંટણી જંગ પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગઇ છે. જ્યારે પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ત્યારે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ પટેલે વચન આપ્યું છે કે, ધારાસભ્ય બન્યા બાદ તેઓ 22 મહિનાનો અંદાજીત 24 લાખથી વધુનો પગાર મોરબી-માળિયાની જનતાની સેવામાં વાપરશે.

મોરબી કોંગ્રેસના ઉમેદવાર જીતશે તો તમામ પગાર જનતાની સેવામાં વાપરવાની જાહેરાત : જયંતીભાઈ પટેલ

મોરબીના લોકોની સુવિધા માટે મોરબી સેવાસદન બનાવશે

આ વિચાર ક્યાંથી આવ્યો તે અંગે જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન છેવાડાના વિસ્તારમાં ગરીબોને જોયા ત્યારે નક્કી કર્યું કે, મોરબી-માળિયા મત વિસ્તારમાં એકપણ નાગરિક ભૂખ્યો સુવો ના જોઈએ. જેથી ધારાસભ્ય બન્યા બાદ જે પગાર તેમજ ભથ્થા મળે છે. તે તમામ રકમ નાગરિકોના હિત માટે વાપરશે. એટલું જ નહિ ધારાસભ્યને જે ગાંધીનગરમાં પ્લોટ ફાળવવામાં આવે છે. તે પ્લોટનો અંગત હેતુથી ઉપયોગ ના કરીને મોરબીના લોકોની સુવિધા માટે મોરબી સેવાસદન બનાવશે. જેથી મોરબીના રહીશો જયારે ગાંધીનગર જાય તો તેમને સુવિધા મળી રહે.

ABOUT THE AUTHOR

...view details