મોરબી ઝુલતા પુલ દુર્ધટના (Suspension bridge disaster )બની તેને આજે 1 માસ અને 15 દિવસ જેવો સમય વીત્યો છે ત્યારે મુખ્ય જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકોર્ટમાં સરકાર દ્વારા મોરબી નગરપાલિકા સુપરસીડ કરવાની તૈયારી પણ દર્શાવામાં આવી છે. જે મામલે આજે જિલ્લા કોંગ્રેસે મોરબી નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કલેકટર સામે કાનૂની કાર્યવાહી કરવાની (Demand action against Morbi Municipality) માંગ કરી છે અને સરકાર પર ક્આક્ષેપ (Morbi Congress Accuses BJP Government ) કર્યો છે.
આ પણ વાંચો મોરબી નગરપાલિકાને ફરજમાં બેદરકારી બદલ વિસર્જિત કરાશે
પદાધિકારી અધિકારીનો બચાવ કરવાનો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ આગેવાન મનોજ પનારા (Morbi district Congress leader Manoj Panara)એ જણાવ્યું હતું કે હાઈકોર્ટે સરકારને લપડાક મારીને નગરપાલિકા સુપરસીડ કરવામાં આવે તેમ કહ્યું છે. જે પ્રકારે ગુનેગારો છે તેને કોર્ટના દાયરામાં લઈને સજા થવી જોઈએ. નગરપાલિકા સુપરસીડ કરવાની વાતને કોંગ્રેસ આવકારે છે સાથે માગણી છે કે જે દોષિતો છે તેમાં નગરપાલિકાના (Demand action against Morbi Municipality) પદાધિકારી હોય કે અધિકારી હોય એમનું એફઆઈઆરમાં નામ ઉમેરાય તેમના પર લીગલી કાર્યવાહી થાય. આ સરકાર એમના પક્ષને અને એમના નેતાઓને બચાવવા માંગે છે તેવો આક્ષેપ (Morbi Congress Accuses BJP Government ) કરવામાં આવ્યો હતો.