ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ - તાલુકા પંચાયતની મતગણતરી

મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની કુલ 230 બેઠકો માટે 616 ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થયા છે. ત્યારે, આવતીકાલે મંગળવારે મોરબી જિલ્લાના તમામ બેઠકો માટે મતગણતરી યોજાશે.

મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની મતગણતરી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ
મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની મતગણતરી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

By

Published : Mar 1, 2021, 4:31 PM IST

  • મોરબી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ
  • 616 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ, આવતીકાલે મંગળવારે મતગણતરી
  • મોરબી પાલિકાની બે સ્થળે મતગણતરી, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. ત્યારે જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની કુલ 230 બેઠકો માટે 616 ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં હતા. ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. જે માટે આવતીકાલ મંગળવારે મતગણતરી યોજાશે.

616 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ

મોરબી જિલ્લામાં 616 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે અને મંગળવારે મત ગણતરી યોજાનાર છે મતદાનના આંકડા પર નજર કરીએ તો મોરબી જિલ્લામાં, મોરબી નગરપાલિકામાં 55.22 ટકા, માળિયા નગરપાલિકામાં 55.80 ટકા અને સૌથી વધુ વાંકાનેર નગરપાલિકામાં 62.69 ટકા મતદાન નોંધાયું છે. જયારે શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન નોંધાયું છે. જેમાં મોરબી જિલ્લા પંચાયતમાં 70.14 ટકા મતદાન નોંધાયું છે. તેવી જ રીતે જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં મોરબી તાલુકા પંચાયતમાં 66.44 ટકા, માળિયા તાલુકા પંચાયતમાં 64.24 ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં 72.14 ટકા, વાંકાનેર તાલુકા પંચાયતમાં 76.58 ટકા અને હળવદ તાલુકા પંચાયતમાં 70.69 ટકા મળીને પાંચ તાલુકા પંચાયતનું સરેરાશ મતદાન 70.26 ટકા નોંધાયું છે. તો આ તમામ ઉમેદવારોના ભાવી હાલ ઈવીએમમાં કેદ છે ત્યારે મતગણતરી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

મોરબી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની મતગણતરી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

જિલ્લા-તાલુકા પંચાયતની મતગણતરી ધૂટુ ખાતે યોજાશે

જેમાં મોરબી નગરપાલિકા વોર્ડ 1 થી 9ની મતગણતરી વીસી હાઈસ્કુલ ખાતે યોજાશે. જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા વોર્ડ 8 થી 13ની મતગણતરી ધૂટુ પોલિટેકનિકલ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. તેમજ, માળિયા, વાંકાનેર અને હળવદ પાલિકા-તાલુકા પંચાયતની મતગણતરી તેમના તાલુકામાં જ યોજાશે.

ABOUT THE AUTHOR

...view details