ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી ચેમ્બર ઓફ કોમર્સની નવા GST રજીસ્ટ્રેશન અરજીની પ્રક્રિયા સરળ બનાવવા માગ

કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) લાગુ થયા બાદ તેમાં સમયાંતરે અલગ અલગ સુધારા કરવામાં આવી રહ્યા છે. જેનાંથી વેપારીઓ અને CAની મુશ્કેલીઓ વધી રહી છે. નવા જીએસટી જીસ્ટ્રેશન માટેની અરજીઓમાં વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ઓનલાઇન અરજી વખતે ફોટો અપલોડ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે આ બાબતે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરી નવા GST રજિસ્ટ્રેશનની અરજીઓની પ્રકિયા સરળ કરવાની માગ કરવામાં આવી છે.

MORBI NEWS
MORBI NEWS

By

Published : Oct 1, 2020, 1:08 PM IST

મોરબી: કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) લાગુ થયા બાદ તેમાં સમયાંતરે અલગ અલગ સુધારા કરવામાં આવી રહ્યા છે. જેનાંથી વેપારીઓ અને સીએની મુશ્કેલીઓ વધી રહી છે. નવા જીએસટી જીસ્ટ્રેશન માટેની અરજીઓમાં વેપારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ઓનલાઇન અરજી વખતે ફોટો અપલોડ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે આ બાબતે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરી નવા GST રજિસ્ટ્રેશનની અરજીઓની પ્રકિયા સરળ કરવાની માગ કરવામાં આવી છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, નવા વેપારીને GSTમાં રજીસ્ટ્રેશન માટેની અરજીઓમાં મર્યાદિત સાઈઝના માત્ર GPEG ફોર્મેટમાં ફરજીયાત પ્રોપરાઈટર,પાર્ટનરના પાનકાર્ડ, આધારકાર્ડ અપલોડ કરવામાં મુશ્કેલી પડે છે. ઉપરાંત 30 જેટલા અલગ અલગ ડોક્યુમેન્ટ કલર સ્કેન કરી અપલોડ કરવાના રહે છે. આ ડોક્યુમેન્ટમાં કેટલા ડોક્યુમેન્ટ એવા છે જેની જરૂરિયાત જ નથી. ઉપરાંત એક કરતાં વધુ એડ્રેસ હોય તો તે તમામ પુરાવા સાથે અપલોડ કરવા પડે છે. જો કોઈ ડોક્યુમેન્ટ રહી જાય તો અરજી માન્ય થતી નથી. જેથી ફરી પ્રોસેસ કરવાની રહે છે. આ તમામ બિનજરૂરી મથામણથી નવા અરજદારને મુશ્કેલીઓ થાય છે.

મોરબીના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલે કેન્દ્રીય ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમન, સી.એમ વિજય રૂપાણી, ડે. સીએમ નીતિન પટેલ, GST અધિકારીઓને પત્ર લખી બિનજરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાથી મુક્તિ આપવા અને જ્યાં જ્યાં વેપારીઓને મુશ્કેલીઓ થાય છે તે અંગે યોગ્ય માર્ગદર્શન આપી દૂર કરવા તેમજ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ માટે ઇમેઇલ જેવા વિકલ્પ આપવા માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details