મોરબીસિરામીક સિટી તરીકે (Morbi Ceramic City) ઓળખ ધરાવતા મોરબીમાં આવેલી સિરામિકઇન્ડસ્ટ્રી (Morbi Ceramic Industry) દિવસ-રાત ધમધમી રહ્યા છે. કોરોનાકાળ દરમિયાન સિરામિક ઉધોગમાં (Ceramic industry of Morbi) મોટા ઉતાર ચઢાવ આવ્યા હતા. પરંતુ હાલ કોરોના કેસો ઓછા થયા છે જેના કારણે ફરી તમામ ધંધા ધમધમી રહ્યા છે. ત્યારે હવે હાલ તમામ ઉદ્યોગો પૂર્વવત થયા છે. ગેસ અને કન્ટેઇનરના ભાવ ઘટતા આ વર્ષે વૈશ્વિક સ્તરે 1400 કરોડનું (exports 1400 crores globally) એક્સપોર્ટ થયું છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો છે. વૈશ્વિક સ્તરે સફળતા હાંસલ કરવા તરફ અગ્રેસર થયો છે.
ઉત્પાદનમાં ઘટાડો કોરોનાના કારણે ધટાડો આવ્યો હતો મોરબી સિરામિક એસોસીએશનના પૂર્વ પ્રમુખ નીલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે,વૈશ્વિક સ્તરે કોરોનાનો વ્યાપ વધતા ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. એક્સપોર્ટના ઉદ્યોગમાં તેની આડઅસર પણ જોવા મળી રહી હતી. ખાસ તો ગેસનો ભાવ વધારોઆંતરરાષ્ટ્રીયકક્ષાએ જે રીતે ગેસના ભાવ વધ્યા તેના કારણે મોરબીની પણ સિરામિક પ્રોડક્ટ મોંઘી થઈ હતી.
વૈશ્વિક સ્તરે ઘટાડોતાજેતરમાં ગેસના ભાવમાં વૈશ્વિક સ્તરે ઘટાડો કરવામાં આવ્યો છે. તેના પરિણામ સ્વરૂપે પડતર નીચી આવતા તથા એક્સપોર્ટના કન્ટેનરના ભાડામાં પણ ઘટાડો આવ્યો છે. કારણ કે કોરોનાના આગમન સમયે કન્ટેનરના ભાડામાં પાંચથી છ ગણો ભાવ વધારો આવ્યો હતો. હાલ કન્ટેનરના જે મૂળ ભાવ હતા એ પૂર્વવત સ્થિતિ તરફ આવી રહ્યા છે. તેવું તેમણે જણાવ્યું હતું.