ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં યોજાનાર એક્ઝિબિશનમાં નહીં જોડાય મોરબી સિરામિક એસોસિએશન - Morabi

મોરબીઃ શહેરમાં ખૂબ જ વિકસિત થયેલો સિરામિક ઉદ્યોગ વિવિધ સ્થળે યોજાનાર એક્ઝિબિશનમાં ઉત્સાહભેર જોડાય છે. સિરામકિ ઉદ્યોગ અને ઓક્ટાગોન કૉમ્યુનિકૅશન અગાઉ ભાગીદારીમાં કામ કરતા હતા. જો કે, ચાલુ વર્ષે મોરબી સિરામિક એસોસિએશને ગાંધીનગર એક્ઝિબિશનમાં ભાગ ન લેતા સિરામિક અને વાઈબ્રન્ટ સિરામીક એસોનો લોગો પણ જોવા મળશે નહી.

સિરામિક્સ 2019

By

Published : Jun 8, 2019, 10:20 PM IST

મોરબી સિરામિક એસોસિએશન અને ઓક્ટાગોન કૉમ્યુનીકૅશન કંપની દ્વારા અગાઉ અમદાવાદ તેમજ ગાંધીનગરમાં યોજાયેલ વાઈબ્રન્ટ સિરામિક એક્ઝીબિશનમાં સાથે જોડાયા હતા. મોરબી સિરામિક એસો.ના બેનર હેઠળ વિવિધ સિરામિક ફેક્ટરીઓ સ્ટોલ રાખીને વિદેશી ગ્રાહકોને આકર્ષતી રહી છે. જો કે, આ વર્ષે સિરામિક્સ 2019 આયોજન કરાયું છે, તેમાં જોડાવવા માટે માંગેલા સપોર્ટ લેટરને પગલે મોરબીમાં વોલ, ફ્લોર, વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોસિએશનનાના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં મતદાન કરીને સિરામિક્સ એસોસિએશન 2019માં એક્ઝિબિશનમાં નહિ જોડાવવાનો નિર્ણય કર્યો છે.

સિરામિક્સ 2019

સાથે જ આ એક્ઝિબિશનમાં મોરબી સિરામિક એસોસિએશનનો લોગોનો પણ ઉપયોગ ન કરે તેવી સુચના આપાઈ છે. અગાઉ બે વખત સફળ આયોજન થકી મોરબીના સિરામિક ઉદ્યોગને વિદેશી એક્સપોર્ટના એર્ડર મળ્યા છે, ત્યારે ચાલુ વર્ષે સિરામિક એસોસિએશન એક્ઝીબિશનમાં નહિ જોડાય તો છેલ્લે નુકશાન તો સિરામિક ઉદ્યોગોને જ થશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details