- મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ
- ફેક્ટરીના ભાગીદાર સહીત 2ના કરુણ મોત
- એકની શોધખોળ શરૂ
મોરબીઃ શહેરના જેતપર રોડ પર રંગપર નજીક આવેલા સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સિરામિક ફેક્ટરીમાં માટીના સાયલા તૂટી પડતા પાંચ વ્યક્તિ દટાયા હોતા જે પૈકી 2ને બચાવી લેવાયા હતા. તો 2ના મૃતદેહ મળ્યા હતા અને 1ની શોધખોળ ચાલી રહી છે.
બે મૃતદેહો બહાર કાઢ્યા, મહિલાનું રેક્સ્યું ઓપરેશન ચાલું
મોરબીના રંગપર નજીક આવેલા ગ્રીસ સિરામિક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં માટીના સાયલા તૂટી પડતા માટી ખાતામાં કામ કરતા શ્રમિકો, લેબ ટેકનિશિયન તેમજ ભાગીદાર સહિતના પાંચ વ્યક્તિ સાયલા નીચે દબાયા હોતા જે બનાવને પગલે મોરબી 108, મોરબી ફાયર ટીમ ઉપરાંત મામલતદાર ડી. જે. જાડેજા સ્થળ પર પહોંચ્યા હતા. સાયલા તૂટી પડતા ભાગીદાર સંજય સાણંદીયા, લેબ ટેકનિશિયન અરવિંદભાઈ ગામી તેમજ શ્રમિકો સહિત 5 દટાયા હોવાની માહિતી મળી હતી. જેમાંથી નવીનભાઈ નાખવા અને કાલીબેન ગનાવાને બચાવી લેવામાં સફળતા મળી છે અને તે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.