મોરબીના ઉદ્યોગપતિ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા જયંતીભાઈ રાજકોટિયાએ પોતાની મોરબી સ્થિત ફેક્ટરીમાં 39 પ્રતિમાનું અનાવરણ કર્યુ છે. અનાવરણ કાર્યક્રમમાં રાજકોટિયા પરિવાર ઉપરાંત મોરબીના સામાજિક, શૈક્ષણિક અને ઉદ્યોગ ક્ષેત્રના જાણકાર ઉપસ્થિત રહ્યાં હતા.
મોરબીના ઉદ્યોગપતિએ ફેકટરીમાં મહાપુરુષોની પ્રતિમાનું અનાવરણ કર્યુ - swami vivekanand
મોરબી: શહેરના ઉદ્યોગપતિએ સમાજને પ્રેરણા અપાવવા માટે પોતાની ફેક્ટરીમાં સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ અને સ્વામી દયાનંદ સરસ્વતી સહિત અનેક મહાપુરૂષોની 39 પ્રતિમાનું આનાવરણ કર્યુ.આ પ્રંસગે સામાજિક, શૈક્ષણિક અને ઉદ્યોગ ક્ષેત્રના લોકો હાજર રહ્યાં હતા.
મહાપુરુષોનો પ્રતિમા
પ્રતિમા અનાવરણ અંગે જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, ઈશ્વરી કૃપાની પ્રેરણા તથા ધર્મ અને સંસ્કૃતિનું જતન થાય અને મહાપુરૂષોમાંથી સમાજને પ્રેરણા મળે તે હેતુથી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ફેટ્કરીમાં કુલ 39 જેટલી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. જેમાં સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ જેવા મહાપુરૂષો અને સ્વતંત્રય સેનાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.