મોરબી: ઔદ્યોગિક નગરી કુદરતી આપદા કે દેશના સંકટ સમયમાં હમેશા અગ્રેસર રહે છે. મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ વેપાર ધંધા સાથે સામાજિક અને દેશની સેવા કરવામાં પણ પાછળ રહેતા નથી. કોરોના મહામારી સામે જંગ લડવા મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સરકારને કરોડોની રકમ મદદ માટે આપી ચૂકયા છે, ત્યારે મોરબીના સીમ્પોલો ગ્રુપે પણ રૂપિયા 50 લાખની આર્થિક મદદ કરીને કોરોના સામેના જંગમાં પોતાનું યોગદાન આપ્યું છે.
કોરોના સામેની જંગમાં મોરબી સીમ્પોલો ગ્રુપની રૂપિયા 50 લાખની મદદ - કોરોના સામેના જંગ
કોરોના સામેના જંગમાં ઉદ્યોગપતિઓનો સહયોગ માટે સામે આવ્યા છે. ત્યારે મોરબી સીમ્પોલો ગ્રુપે પણ રૂપિયા 50 લાખની મદદ કરી છે.કોરોના લોકડાઉન સાથે સરકાર અને તંત્ર કોરોના સામેનો જંગ જીતવા મથામણ કરી રહ્યા છે, ત્યારે ઓદ્યોગિક નગરી મોરબીના ઉદ્યોગપતિઓ સરકારની પડખે ઉભા રહીને આર્થિક મદદ સાથે નૈતિક હિમત સરકારને પૂરી પાડી રહ્યા છે.
સીમ્પોલો ગ્રુપે રૂપિયા 50 લાખની કરી મદદ
મોરબીના સીમ્પોલો ગ્રુપના જીતેન્દ્રભાઈ અઘારા દ્વારા કોરોના સામેના જંગમાં લડત માટે રૂપિયા 50 લાખની આર્થિક મદદ આપી છે. કુલ ૫૦ લાખની રકમ તેમણે પીએમ અને સીએમ કેર ફંડમાં આપી છે અને કોરોના સામેની ફાઈટમાં મોરબીના ઉદ્યોગપતિઓનું સતત યોગદાન મળી રહ્યું છે.