મોરબી શહેરનું જૂનું બસ સ્ટેન્ડ વર્ષોથી ખખડધજ હાલતમાં હોય જેના નવીનીકરણ માટે રાજ્ય સરકારે 1.24 કરોડની રકમ ફાળવતા નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે તૈયાર થયેલા આધુનિક બસ ડેપોનું રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સથી લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા વિવિધ બસ ડેપો સહિતના વિકાસકાર્યોના લોકાપર્ણ કરવામાં આવ્યા હતા, જેમાં મોરબીના જૂના બસ સ્ટેશનનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં મુખ્યપ્રધાન દ્વારા બસ સ્ટેશનનું ઇ-લોકાપર્ણ - gujarati news
મોરબીઃ શહેરનુ જૂના બસ સ્ટેન્ડના નવીનીકરણ પાછળ 1.24 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. બસ સ્ટેન્ડના આધુનિકીકરણ બાદ મુખ્યપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સથી લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. તેમજ તેમના દ્વારા વિવિધ બસ ડેપો સહિતના લોકાપર્ણ કરવામાં આવ્યા હતા.
morbi
આ પ્રસંગે મોરબી જિલ્લા કલેકટર, ડેપો મેનેજર, ભાજપ આગેવાનો સહિતના મહાનુભાવો બસ ડેપો ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જૂના બસ સ્ટેશનના નવીનીકરણને પગલે હવે આધુનિક બિલ્ડીંગ ઉપરાંત ઇન્ક્વાયરી, રીઝર્વેશન, વિદ્યાર્થી પાસ સહિતની સુવિધાઓ મળી રહેશે. જેથી નગરજનોમાં આનંદની લાગણી જોવા મળે છે.