મોરબીઃ વિધાનસભા ચૂંટણી અગાઉ જિલ્લાના કોંગ્રેસના 70થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. શનિવારે આ તમામ લોકોને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. આ સમયે પત્રકારો સાથે ચર્ચા કરતાં પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાની જીભ લપસી હતી. તેમણે પોતાના સંબોધનમાં સી.આર.પાટીલને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગણાવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારાનું પણ કોંગ્રેસ પ્રમુખ તરીકે સંબોધન કર્યું હતું.
મોરબી: બ્રિજેશ મેરજાએ 70 કાર્યકરો સાથે ભાજપનો ખેસ પહેર્યો - મોરબી ભાજપ
મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીના ધમધમાટ વચ્ચે શનિવારે કોંગ્રેસના 70થી વધુ કાર્યકરોએ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન આઈ.કે.જાડેજા, સૌરભ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં ભાજપનો ખેસ પહેરનારા બ્રિજેશ મેરજાની જીભ લપસી
ઉલ્લેખનીય છે કે, બ્રિજેશ મેરજા અગાઉ પણ પક્ષ પલટો કરી ચુક્યા છે. મૂળ કોંગ્રેસી નેતા બ્રિજેશ મેરજા કોંગ્રેસમાં ગયા બાદ ભાજપ સાથે જોડાયા હતા અને ફરીથી કોંગ્રેસમાં જઈને ધારાસભ્ય બન્યા હતા. કોંગ્રેસમાં ધારાસભ્ય રહ્યા બાદ ફરી પાછો તેમણે શનિવારે ભાજપનો ખેસ પહેર્યો છે.