મોરબી:ઝુલતો પુલ તૂટી પડ્યો હતો (Morbi bridge mishap) તેના મુદ્દે હાઇકોર્ટમા સૂઓમોટો કરવામાં આવેલ(Suomoto in the High Court) છે. અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને આશુતોષ જે. શાસ્ત્રી સમક્ષ સૂઓમોટોની દલીલ કરવામાં આવી હતી. ત્યારે હાઇકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે તાત્કાલિક અસરથી નોટિસ ફટકારી હતી.
હાઇકોર્ટમા પાલિકાને પક્ષકાર તરીકે હાજર રહેવા: તા ૧૬ ના રોજ હાઇકોર્ટમા પાલિકાને પક્ષકાર તરીકે હાજર રહેવા માટે અને પાલિકાનું પ્રેઝન્ટેશન કરવા માટે કહેવામા આવ્યું છે. મોરબી પાલિકાને હાઇકોર્ટએ પાલિકાને મોરબીના ડિસ્ટ્રિક્ટ જજને ઇમેલ મારફતે નોટિસ મોકલાવીને મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને નોટિસ આપેલ છે. અને તા ૧૬ ના રોજ જે સુનાવણી કરવામાં આવે ત્યારે ત્યાં હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવેલ છે.
હાઇકોર્ટમા દાખલ કરાયેલ એફિડેવિટ: વધુમાં હાઇકોર્ટમા દાખલ કરાયેલ એફિડેવિટનો અભ્યાસ કર્યો હતો મોરબી નગરપાલિકા, રાજકોટના પ્રાદેશિક કમિશનરને ઝુલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારે તાત્કાલિક બચાવ અને શોધ કામગીરી જે કરી હતી તેને રેકોર્ડ લીધેલ છે. અને આ ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા. તે પણ નોંધ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા અમુક પાસાઓ પર કાર્યવાહી કરવાની રહેશે અને તે સંદર્ભમાં એફિડેવિટ રેકોર્ડ પર મૂકવાનું રહેશે. મોરબીના ઝૂલતા પુલા માટે રાજકોટના લકેટર અને અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ વચ્ચે ૧૬-0૮- ૨૦૦૮ ના રોજ પહેલો કરાર કરાર કરવામાં આવ્યો હતો અને જે તા ૧૫-0૬-૨૦૧૭ ના રોજ પૂરો થઈ ગયો હતો.
પુલની જાળવણી અને સંચાલન:અને અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે કોઈ ટેન્ડર બહાર પાડ્યા વિના અજંતાને કેમ કામ આપવામાં આવ્યું હતું? અજંતાની મુદત પૂરી થઇ તે પછી રાજકોટ કલેક્ટર અને મોરબી નગરપાલિકા દ્વારા શું પગલાં લેવામાં આવ્યા હતા ? બીજી વખત કામ આપતા પહેલા પણ કેમ ટેન્ડર બહાર પડેલ નથી? આટલું જ નહીં અજંતાનો પહેલો કરાર પૂરો થયા પછી પણ પુલની જાળવણી અને સંચાલન અજંતા દ્વારા કેમ ચાલુ રાખવામાં આવ્યું હતું.
પુલ ઉપયોગ માટે યોગ્ય હોવાનું પ્રમાણપત્ર જારી કરવા: અજંતા કંપનીએ જાણ કરવામાં આવી હતી તો પણ ૨૦૨૨ સુધી વિવિધ તારીખે મોરબી કલેક્ટરને ૧૪- ૨- ૨૦૨૦, ૩-0૬-૨૦૨૨, ૧૭૭ ૨૦૨૨ અને ૨૭૮ કરાર રિન્યૂ થયો ન હતો અને સમારકામ કામ શરૂ થયું ન હતું જેથી અજંતાએ સંચાલન અને જાળવણી ચાલુ રાખી હતી અને પાલિકાએ પુલ જર્જરિત હોવાથી તા ૮/૩ ૨૦૨૦ થી ૨૫-૧૦-૨૦૨૨ સુધી બંધ જે બે કરાર કરેલ છે તેમાં શું કોઇ શરત લાદવામાં આવી છે કે, પુલ ઉપયોગ માટે યોગ્ય હોવાનું પ્રમાણપત્ર જારી કરવાનું છે.? જો એમ હોય તો, સક્ષમ અધિકારી કોણ હતા? અને જેમને તે પ્રમાણિત કરવાની જરૂર હતી ? દસ્તાવેજી પુરાવા સાથે તેની વિગતો રેકોર્ડ પર મૂકવાનું રહેશે.
ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ: જે સમયગાળા દરમ્યાન પહેલા કરારનો સમય પૂરો થયો હતો ત્યાર પછી કલેક્ટર કે પાલિકા દ્વારા નવા ટેન્ડર માટે કોઇ કાર્યાવહી કરવામાં આવી છે કે કેમ ? અને અજંતા સાથે કયા આધારે કરાર કરવામાં આવ્યો હતો? અજંતા સાથે પહેલી વખત કરાર કર્યો ત્યારે કયા આધારે અજંતાને પુલની જવાબદારી સોપી હતી અને બે અઠવાડિયામાં વિગતો માંગવામાં આવી હતી જેમાં અજંતા સાથે કરવામાં આવેલ તમામ કરારની માહિતીઓને શીલબંધ કરવામાં તા ૧૮-૧૧-2022 સુધીમાં માંગવામાં આવી અને અને રાજ્ય સરકારે પણ જવાબ આપવાનો રહેશે કે, તેણે શા માટે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની(Gujarat Municipalities Act) કલમ ૨૬૩ હેઠળની સત્તાઓનો ઉપયોગ કર્યો નથી અને પ્રથમ દ્રષ્ટીએ નગરપાલિકા ઝૂલતા પુલની દુર્ઘટના માટે ક્ષતિગ્રસ્ત છે. અને આ ઘટના ૧૩૫ લોકોના મૃત્યુ થયેલ છે. જેથી આ કેસની તપાસની વિગતો પણ માંગવામાં આવી છે.